Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 39
________________ सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्तसेकतः ॥२७॥ અર્થ : હદયને તપાવનાર, વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુષ્કરાવતી નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ. ઃ વિવેચન : લેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે. આ દ્વેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ. દ્વેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્પરાવર્ત મેઘ જોઈએ ! પુષ્કરાવી મેઘની વર્ષા જ દ્વેષના પ્રચંડ દાવાનલને બુઝવી શકે છે. પ્રશમભાવનો પુષ્કરાવર્ત મેઘ ! ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે ! આ મેઘ, મૂશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય. શમભાવ, પ્રશમભાવ, ઉપશમ ભાવ... વરસતો જ રાખો ! છે – છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીરસ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને ! આગ બુઝાઈ ગઈ હતી.. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે. प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल, द्वेष-हुताश बुझाइये, चिंताजाल ज टाल ॥ ‘જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો ! ખૂબ હરખો! દ્વેષાગ્નિ (હુતાશન=આગ) ને બુઝાવો ! પછી કોઈ ચિંતા નહીં રહે. આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્કરાવ-મેઘની વર્ષા કરવાની છે ! ૨૮ SANSARI RAMA શાખ્યશતક

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130