Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 58
________________ प्रणिधाय ततश्चेतः तन्निरोधविधित्सया । ગુતાં નાપુત્રીતિ શીતાંશુ માં રેત્ ૪૬ છે : અર્થ : તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર રાખીને ચન્દ્રની કાંતિ જેવા સરળતારૂપી જાંગુલી મંત્રનું સ્મરણ કરવું. .: વિવેચન : - એ માયા-નાગણને તમારી પાસે આવતી રોકવી છે? - એને રોકવાની પ્રબળ ઇચ્છા છે ? – તો સર્વપ્રથમ તમારા ચિત્તને સ્થિર કરો, અને - સરળતા-રૂપી “જાંગુલી-મંત્રનું સ્મરણ કરો. સપનું ઝેર ઉતારવા માટે “જાંગુલીમંત્રનો જાપ કરવો પડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે સાપણ પાસે જ ન આવે તે માટે જાંગુલીમંત્રનું સ્મરણ કરો ! પરંતુ મંત્રસ્મરણ કરવાની વાત તો પછીની છે. પહેલાં તો એ પૂછે છે માયા - સાપણને રોકવાની તમારી ઈચ્છા છે ખરી ? પ્રબળ ઇચ્છા છે ખરી? તો પહેલાં ચિત્તને સ્થિર કરો. જે મનુષ્યોને માયા-કપટ કરવાની કુટેવ પડી ગઈ હોય છે, તેઓ પ્રાયઃ મરતા સુધી, એ કુટેવ છોડી શકતા નથી. હું માયા-કપટ કરું છું. એ ખોટું કરું છું.” એવું પણ પ્રાયઃ એમને લાગતું નથી. માયા-કપટની જાળમાં કોઈ ફસાય છે, તો એ ખુશ થાય છે. આવા માણસને માયા છોડવાની ઇચ્છા જ થતી નથી. પછી એ ચિત્તને સ્થિર કરી, મંત્રજાપ, - કેવી રીતે કરવાનો? ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - ताके निग्रह करनकुं, करो ज्यु चित्त विचार, समरो ऋजुता-जांगुली पाठसिद्ध निरधार. સરળતા-રૂપ જાંગુલીમંત્ર પાઠસિદ્ધ છે. એટલે કે એને સિદ્ધ કરવા માટે તપ કરવાની જરૂર નથી કે અમુક હજાર કે લાખ વાર જપ કરવાની જરૂર નથી ! તમે તમારા હૃદયને સરળ કરો, બસ, મંત્ર સિદ્ધ જશે શાભ્યશતક GRANNAPARK ૪૭

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130