Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 66
________________ एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनैः ॥५४॥ : અર્થ : સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહા પુરુષોના શ્રેષ્ઠ દયનો પણ દ્વેષ કરે છે. એથી તેઓ ખરેખર, દુર્જનોની સ્પર્ધા કરે છે. (અથતિ દુર્જનોની સાથે હરિફાઈમાં ઉતરે છે.) : વિવેચનઃ ઇન્દ્રિયો સ્વાર્થ સાધવામાં એવી તત્પર હોય છે કે તે, દુર્જનોને પણ શરમાવે છે. દુર્જનોની સ્વાર્થસાધના કરતાં ઇન્દ્રિયોની સ્વાર્થસાધના વધુ પ્રબળ હોય છે. - શ્રવણેન્દ્રિય પ્રિય શબ્દના શ્રવણમાં, – નેગેન્દ્રિય પ્રિય રૂપના દર્શનમાં, – ધ્રાણેન્દ્રિય પ્રિય ગંધની આઘાણમાં, - રસનેન્દ્રિય પ્રિય રસના આસ્વાદમાં, અને - સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયના સ્પર્શમાં લીન રહે છે. એનાથી ઉત્તમ પુરુષોના હૃદયને કેટલું નુકસાન થાય છે, એની એ પરવા નથી કરતી. ઇન્દ્રિયો, ઉત્તમ પુરુષોના હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા માટે લાખ પ્રયત્ન કરે છે. અને આ રીતે એ ઉત્તમ-શ્રેષ્ઠ પવિત્ર હૃદયોને પણ બગાડે છે. - આષાઢાભૂતિ મુનિનાં પવિત્ર દયને કોણે બગાડયું હતું? – નંદીષેણ મુનિના નિર્મળ હૃયને કોણે મલિન કર્યું હતું ? - અરણિક મુનિના સ્વચ્છ મનને કોણે ગંદુ કર્યું હતું ? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - आप काज पर सुख हरे, धरे न कोसुं प्रीति, इन्द्रिय दुर्जनपरिदहे वहे, न धर्म, न नीति. પોતાના સ્વાર્થ માટે એ ઇન્દ્રિયો બીજાનાં સુખ હરી લે છે, અને એ ઇન્દ્રિયો કયારેય કોઈની સગી થતી નથી. એને કોઈ ધર્મ નથી હોતો કે કોઈ નીતિ નથી હોતી. એ દુર્જનોમાં પણ દુર્જન છે ! શાખ્યશતક SARAGAR MANINAGAR પપ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130