Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 65
________________ अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः ? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ॥५३॥ ક અર્થ : એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના કયાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઈન્દ્રિયોને જીતવી જોઈએ. : વિવેચન : ચારે કષાયોના અપાયો-નુકસાનો બતાવ્યા પછી, એ કષાયો પર વિજય મેળવવાના જુદા જુદા ઉપાયો બતાવ્યા પછી, ગ્રંથકાર કહે છેઃ એક વાત નિશ્ચિતરૂપે સમજી લો ઇન્દ્રિયોને જીત્યા વિના તમે કષાયોને નહીં જીતી શકો. માટે, જો તમારે કષાયવિજય કરવો જ છે, તો ઇન્દ્રિયો પર, પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - होत न विजय कषायको, विनु इन्द्रिय वश कीन, ताते इन्द्रिय वश करे, साधु सहज गुण लीन. ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગીમુનિ જ ઇન્દ્રિયવિજય કરી શકે. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દ્રઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ- આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પામે... અને ઇન્દ્રિયો શાન્ત થાય પછી ક્રોધ વગેરે કષાયો શાન્ત થવાના જ. ઇન્દ્રિયવિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિષયવૈરાગ્ય. પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. વિષયો પ્રત્યે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ નહીં કરવાની. આ વિષય સારો, આ વિષય ખરાબ.... આ વિષય મને ગમે, આ વિષય મને ન ગમે...' આવી પ્રિયાપ્રિયની, ઇષ્ટનિષ્ટની, ગમાઅણગમાની કલ્પનાઓ નહીં કરવાની. મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે તો જ ઇન્દ્રિયવિજય થાય, અને તો જ કષાયવિજય થાય. ૫૪ State Nirikshak શાખ્યશતક

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130