Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 64
________________ यस्मै समीहसे स्वांत ! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ॥५२॥ : અર્થ : હે &ય! જે સુખ માટે તું સંસારના વૈભવો ઈચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને શમસુખનો આશ્રય કર.” : વિવેચન : તારે કયું સુખ જોઈએ છે? તું કયા સુખની લાલચમાં ભટકી રહ્યો છે? કયા સુખ માટે તારૂં મન આટલું બધું ડામાડોળ બન્યું છે? આ સંસારના ભૌતિક વૈભવો તને સુખી નહીં કરી શકે. તું એ વૈભવોની જો ઇચ્છા કરતો હોય તો એ ઇચ્છા છોડી દે. એ ઇચ્છાને જમીનમાં દાટી દે. જ્યાં સુધી ભૌતિક વૈભવોની લાલચ દૂર નહીં થાય ત્યાં સુધી તને સાચું શમ-સુખ, પ્રશમ-સુખ, ઉપશમ-સુખ નહીં મળે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : याकी लालच तुं फिरे, चिंते तुं डमडोल, ता लालच मिटि जातघट, प्रकटे सुख रंगरोल. પ્રકટે સુખ રંગરોલ,’ એટલે અંતરંગ શમસુખ પ્રગટે છે. એ ઘટઅંતરમાં પ્રગટ થનારૂં શમસુખ અભુત-અનુપમ હોય છે. એ સુખની તોલે દેવરાજ ઇન્દ્રનું સુખ પણ નથી આવતું. ‘મારે સંસારના ભૌતિક વૈભવો નથી જોઈતા.” આવી અનિચ્છાને વૃઢ કર. વારંવાર વૃઢ કર. તો જ અંતરંગ શમસુખ પ્રગટ થશે. પ્રશમરતિ’ ગ્રંથમાં પ્રશમસુખને પ્રત્યક્ષ મોક્ષસુખ કહેલું છે. પેલું સિદ્ધશિલાવાળું મોક્ષસુખ તો આપણા માટે પરોક્ષ છે, ઘણું ઘણું દૂર છે, જ્યારે પ્રશમસુખ તો આપણી ભીતરમાં જ છે. આપણે એ સુખને પ્રગટ કરી શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ છીએ. શમસુખ કહો, શામ્યસુખ કહો કે પ્રશમસુખ કહો... એ મોક્ષસુખનો ક્ષણિક અનુભવ છે ! કરવા જેવો છે. શાખ્યશતક NARANAMAARAA પ૩

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130