Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 46
________________ व्यवस्थाप्य समुन्मीलदहिंसा-वल्लि-मंडपे । નિર્વાય તાત્માનં ક્ષમ-શ્રીવન્દ્રન-વૈદ રૂ૪l : અર્થ: (હે આત્મન) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ. : વિવેચન : અહિંસાના, કરુણાના, દયાના પ્રફુલ્લિત લતામંડપમાં સદૈવ તમે રહો... અને તમારા શરીર પર ક્ષમાના ચંદનનું વિલેપન કરતા રહો! પછી તમે જોજો કે તમને કેવી અદ્દભુત શાન્તિનો અનુભવ થાય છે ! - કરુણાના લતા-મંડપમાં રહેવાનું તમને ગમશે? - અવારનવાર તમારા મન પર ક્ષમાના ચંદનરસનું “પ્રે' કરતા રહેશો? તો ક્રોધાગ્નિની જ્વાળાઓ તમને દઝાડી નહીં શકે, બાળી નહીં શકે. તમે, મારા મિત્ર, સુખપૂર્વક જીવી શકશો. આ વંત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ રીતે કહે છે क्षमा सार चंदनरसे, सिंचो चित्तपवित्त, दयावेल मंडप तले रहो, लहो सुख मित्त । પરંતુ જો તમે દયાના, કરુણાના મંડપમાંથી બહાર ફરવા નિકળશો તો ક્રોધ તમને જરૂર બાળશે ! કરુણાના મંડપમાંથી ભૂલે ચૂકે પણ બહાર ના નિકળશો. આટલી સાવધાની તો રાખવી જ પડશે. સાથે સાથે, તમારા મનને ક્ષમાના ચંદનરસથી ભીનુ-ભીનું રાખવાનું ના ભૂલશો. ક્ષમારસનું “એ” તમારી પાસે જ રાખજો. મન પર અવારનવારે છંટકાવ કરતા જ રહેજો. આ દુનિયામાં રહીને આ કરવાનું છે. તમે સંસારી હો કે સાધુ હો, તમારે આ બે કામ કરવાનાં છે. તો તમે ક્રોધની જ્વાળાઓથી બચી શકશો. સર્વભક્ષી ક્રોધથી બચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે. શામ્યશતક a ded ૩પPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130