Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 55
________________ अस्मिन् संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ॥४३॥ : અર્થ : આ સંસારરૂપ જંગલમાં, વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં દયાહીન પુરુષો ભાર વિનાના થઈને હંમેશા સૂઈ રહે છે ! .: વિવેચન : તીર્થકર ભગવંતોએ આ સંસારને જંગલરૂપે જોયું છે. આ જંગલમાં અનેક લતામંડપો છે. એમાં કેટલાક લતામંડપ માયાના છે ! એ લતામંડપોમાં દ્ધયહીન - ભાન વિનાના માણસો સૂઈ રહે છે. જો કે એ લોકો નિરાંતે સુતા નથી, સુવાનો ઢોંગ કરે છે. માયાના મંડપ નીચે કયારેય મનુષ્ય નિરાંતે ઊંઘી શકતો નથી, નિશ્ચિત બનીને સૂઈ શકતો નથી. માયાનો આ લતામંડપ સામાન્ય મંડપ નથી, વિકસિત વેલોનો લતામંડપ છે. આ લતામંડપની નીચે મનુષ્યના હૃદયની સરળતા હણાઈ જાય છે. તે બેહોશ બની જાય છે અને લતામંડપમાં પડયો રહે છે. જ્ઞાનનયન એનાં બીડાઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - विकसितमाया वेली-घर, भव अटवी के बीच, सोवत है नित मूढ नर, नयन ज्ञान के मीच. માયાવી મનુષ્યને ગ્રંથકારે મૂઢ કહ્યો છે અને અજ્ઞાની કહ્યો છે. ભલે પછી એ અનેક શાસ્ત્રો ભણ્યો હોય કે અનેક કલાઓને એ જાણતો હોય. માયાવી અજ્ઞાની જ હોય, મૂઢ જ હોય. માયાવી, માયાના ભયંકર અપાયોને જાણતો નથી, એ એની મૂઢતા છે. માયાવી, માયાના નુકસાનોને લાભ' સમજે છે, એ એની ઘોર અજ્ઞાનતા છે. છતાં, માયા એક વિકસિત લતામંડપ છે ! માટે એમાં વિશ્રામ કરવા અસંખ્ય જીવો લલચાય છે ! અને એમાં પડયા-પાથર્યા રહે છે. ૪૪ SANGANGASARAN શામ્યશતકPage Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130