Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 45
________________ आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लुकाजिलस्फातिः कोपोऽयं ग्लपयत्यहो ॥३३॥ : અર્થ : આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજવલિત જ્વાળાઓના વિસ્તારથી હુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે. : વિવેચન : કોઈ યોગીએ આ શરીરને કથિર જેવું કહ્યું છે, કોઈ મુનિએ આ કાયાને માટી જેવી કહી છે, કોઈ ઋષિએ આ દેહને લાકડા જેવો તુચ્છ કહ્યો છે ! આ ગ્રંથકાર કહે છે. આ શરીર આત્માનંદને અનુભવવાનું શ્રેષ્ઠ સાધન છે ! આ શરીર નિરર્થક નથી, તુચ્છ નથી, અનુપયોગી નથી. આત્માના નિરંતર વિકાસ પામતા. ઉલ્લસિત થતા શ્રેષ્ઠ નાનંદને, આ શરીરના માધ્યમથી અનુભવવાનો છે. યોગીઓ, ઋષિઓ અને મુનિવરો. આ શરીરથી જ આત્માનંદની અનુભૂતિ કરે છે. એવા આ શ્રેષ્ઠ માનવદેહને, આ ક્રૂર-કષાય નુકસાન પહોંચાડે છે. ક્રોધથી આ શરીર સુકાઈ જાય છે, જીર્ણ થઈ જાય છે. ભૂકો થઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - चेतनका कोमल ललित, चिदानंदमय देह, सूक भूक जुर जात है, क्रोध लूकते तेह. ક્રોધની શરીર પર કેટલી બધી ખરાબ અસરો થાય છે, એ વાતો તો વૈદ્યો અને ડોકટરો પણ કરે છે, પરંતુ એ વાતો ભૌતિક દૃષ્ટિની હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શરીરને કેવું મોટું નુકસાન થાય છે, એ વાત ગ્રંથકારે કરી છે. આ માનવશરીરના માધ્યમથી આત્માનંદને અનુભવવાની વાત કરી છે. માનવદેહ સાથે માનવ-મનનો સંબંધ સમજી લેવાનો છે. માનવ-મનને, ક્રોધ ભયંકર નુકસાન કરે છે. જ ૩૪ Barassessions: શામ્યશતકPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130