________________
ममत्ववासना नित्यसुखनिर्वासनानकः । निर्ममत्वं तु कैवल्य-दर्शनप्रतिभूः परम् ॥१३॥
|ઃ અર્થ : મમતાની વાસના શાશ્વત્ સુખને વિદાય કરવામાં પટહરૂપ છે, અને નિર્મમતા કૈવલ્ય દર્શન કરાવવામાં ઉત્કૃષ્ટ સાક્ષીરૂપ છે.
.: વિવેચન : મમતાનો ઘંટ વાગ્યો એટલે આંતરસુખ ભાગ્યું સમજો ! નિર્મમતા આવી એટલે નિશ્ચિતપણે માનો કે કૈવલ્ય હાથવેંતમાં છે ! નિર્મમ આત્માની મુક્તિ થતાં વાર નથી લાગતી.
મમતાની સાથે રાગ-દ્વેષ જોડાયેલા જ હોય છે. રાગ-દ્વેષ હોય ત્યાં આંતરિક-માનસિક સુખ ન રહી શકે. રાગી-દ્વેષી જીવાત્મા હમેશાં આંતર દ્વન્દ્રોમાં ફસાયેલો રહે છે.... આનંદ અને ઉદ્વેગ, હર્ષ અને શોક હાસ્ય અને વિલાપ. રતિ અને અરતિ... આવાં અનેક કંઢો એના ચિત્તમાં ઉછળ્યાં કરતાં હોય છે. આવા ચિત્તમાં શાન્તિ, સમતા કે પ્રસન્નતા કેવી રીતે રહી શકે ?
મમત્વની ઉપસ્થિતિમાં જો સમત્વનું સુખ નથી રહી શકતું, તો પછી નિત્ય સુખની, શાશ્વત્ સુખની તો વાત જ કયાં કરવાની? માટે નિર્મમ બનવાનો ઉપદેશ આપવામાં આવે છે.
ન મમ' મારું કંઈ નથી. આ દુનિયામાં કોઈ મારૂં નથી, કંઈ જ મારૂં નથી.' આ સત્ય આત્મસાત્ કરવાનું છે. • સ્વજનો મારા નથી. • પરિજનો મારા નથી. વૈભવ, સંપત્તિ...ધન મારૂં નથી. આ શરીર પણ મારું નથી.
જડ-ચેતન પદાર્થો પર મારેલી મારાપણાની છાપ ભૂંસી નાંખવાની છે. જ્યારે મમત્વની છાપ સંપૂર્ણ રીતે ભૂંસાઈ જશે ત્યારે કેવળજ્ઞાન દૂર નહીં હોય, મુક્તિ દૂર નહીં હોય. ૧૪ NARMARશાશતક