Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 30
________________ शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ॥१८॥ : અર્થ : અહો ! સંસાર-વાસના કેવી દુસ્તર છે ! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે! .: વિવેચન : સંસાર-વાસના એટલે વૈતરણી નદી. વૈતરણી હમેશાં દુસ્તર હોય છે. વૈતરણીને પાર કરવી સરળ નથી. સંસારવાસનાથી પર થવું એટલું જ મુશ્કેલ છે. એ સંસારવાસનામાં મુખ્ય વાસના હોય છે. શરીરની. મોહાધીન જીવાત્મા દેહને - શરીરને જ સર્વસ્વ માને છે, એટલે એની દેહાસક્તિ પ્રબળ હોય છે. આ દેહાસતિ જીવને દુઃખી કરે છે, ત્રાસ આપે છે.... છતાં મૂઢ જીવ દેહાસક્િત છોડતો નથી. દેહાલત જીવાત્મા સમજતો નથી કે – આ દેહ નાશવંત છે, – આ દેહમાં અશુચિ ભરેલી છે, – આ દેહ સદેવ પવિત્ર રહેતો નથી. આ દેહાસક્િત, શરીરવાસના છૂટવી સરળ નથી હોતી, ઘણી મુશ્કેલ હોય છે. મનુષ્ય, સ્વજનોનો ત્યાગ કરી શકે છે, સ્નેહી મિત્રોનો ત્યાગ કરી શકે છે, વૈભવ-સંપત્તિનો ત્યાગ કરી શકે છે... માનસન્માનનો ત્યાગ કરી શકે છે. પરંતુ શરીરના મમત્વનો ત્યાગ કરવો એના માટે પણ મુશ્કેલ હોય છે. * મારું શરીર રોગી ન બનવું જોઈએ. * મારું શરીર દુર્બળ ન થવું જોઈએ. * મારું શરીર ગંદુ ન રહેવું જોઈએ ! આવી બધી દેહવાસનાઓ જીવાત્માને સંતાપ પમાડતી રહે છે, છતાં મોહમૂઢ જીવાત્મા દેહાસકિત છોડતો નથી. શરીર ઉપરનું મમત્વ ત્યાગતો નથી...કારણ કે સંસારવાસના વૈતરણી છે ! અને તે દુતર છે ! શાખ્યશતક Nataka Rese ૧૯Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130