Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 31
________________ अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते । अहंकारभवात्तेषां यदंधं करणं श्रुतम् ॥१९॥ : અર્થ : અહો ! વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે અહંકાર ઉત્પન્ન થવાથી. તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે. .: વિવેચન : हहा, मोहकी वासना बुधकुं भी प्रतिकूल, ... या केवल श्रुतअंधता अहंकार को मूल ॥ - ઉપા. યશોવિજયજી તમે વિદ્વાન છો? શાસ્ત્રોના જ્ઞાતા છો? ભલે, પરંતુ તમને વિદ્વત્તાનું શાસ્ત્રજ્ઞાનનું અભિમાન નથી ને ? અહંકાર નથી ને? જો છે, તો તમે મોહના પ્રભાવ નીચે છો. તમારું શાસ્ત્રજ્ઞાન તમને પ્રકાશ નહીં આપી શકે. કારણ કે તમે સ્વયં અંધ બની ગયા છો ! શાસ્ત્રજ્ઞાનનું અભિમાન અંધાપો આપે છે.. મોહનો અંધાપો. - વિદ્વત્તાનું અભિમાન સ્વોત્કર્ષ કરાવે છે, પરાપકર્મ કરાવે છે. શ્રુતજ્ઞાનનો ગર્વ મનુષ્યને અહંકારી બનાવે છે અને બીજાઓ તરફ તિરસ્કાર કરાવે છે. આ ગર્વ, આ અભિમાન, આ અહંકાર એ જ મોહ જે શ્રુતજ્ઞાનથી, જે વિદ્વત્તાથી મોહનાં મૂળ ઉખાડીને ફેંકી દેવાના છે, તે જ શ્રુતજ્ઞાનથી અભિમાન કરવાનું? તે જ શ્રુતજ્ઞાનથી મોહનાં મૂળ મજબૂત કરવાનાં? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય ? અજ્ઞાની માણસ મોહના પ્રભાવ તળે આવી જાય એ સામાન્ય વાત છે, પરંતુ જ્ઞાની-વિદ્વાન્ પુરુષ મોહાધીન બની જાય. એ અસાધારણ વાત કહેવાય. પરંતુ મોહ જ ખતરનાક તત્ત્વ છે. એનાથી બચવું ઘણું કપરું કામ છે.” આ વાત સમજાવવા માટે જ ગ્રંથકારે આ શ્લોક લખ્યો છે. મોહના પ્રભાવ નીચે શાસ્ત્ર પણ વિદ્વાને અંધ કરી દે છે....! ૨૦ RAMAMAN શાખ્યશતકPage Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130