Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 34
________________ ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी परिरंभपरो भव ॥२२॥ : અર્થ : મમતાના કાદવને ચારે બાજુથી નિઃશંકપણે ધોઈ નાંખવા વૈરાગ્ય જલનો સંપર્ક કરવા તત્પર થા. .: વિવેચન : टाले दाह तृषा हरे, गाले ममतापंक, लहरी भाव वैराग्य की, ताकुं भजो निःशंक. - ઉપા. યશોવિજયજી. મનમાં કોઈપણ જાતની શંકા રાખ્યા વિના, મમત્વના કાદવને ધોઈ નાંખો.... જરાય મમત્વને ન રહેવા દો... ચારેબાજુથી ધોઈ નાંખો..કારણ કે સર્વે દુઃખોનું મૂળ કારણ આ મમત્વ જ છે. મમત્વનો કાદવ જે તે પાણીથી નહીં ધોવાય. એના માટે વૈરાગ્યનું પાણી જોઈએ. વૈરાગ્યના પાણીથી મમત્વના કાદવને ધોતા જ રહો ! જેમ હાથ-પગ કાદવથી ખરડાય કે તરત જ તમે પાણીથી ધોઈ નાંખો છો ને! તેવી રીતે જ્યાં અને જયારે મમત્વ થઈ જાય, તરત જ વૈરાગ્યના ચિંતનથી એ મમત્વને ધોઈ નાંખો. કોઈ વસ્તુ પર મમત્વ થઈ જાય, કોઈ વ્યક્તિ ઉપર મમત્વ થઈ જાય. ‘આ સારું છે, આ મારૂં છે, આ મને ગમે છે, આ મને પ્રિય છે, આ મને ઇષ્ટ છે...' તરત જ અનિત્ય ભાવનાનું કે એકત્વ ભાવનાનું, અથવા અન્યત્વ કે સંસાર ભાવનાનું ચિંતન કરો ! અશુચિ ભાવનાનું કે અશરણ ભાવનાનું ચિંતન કરો ! મમત્વનો કાદવ ધોવાઈ જશે. હૃદય સ્વચ્છ બની જશે. આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. આ ચિંતન મમત્વના કાદવને તો ધોઈ જ નાંખે છે, સાથે સાથે અહંકારના દાહવરને શાંત કરે છે. અને તૃષ્ણાની તૃષાને હરી લે છે ! સદૈવ વૈરાગ્ય-જલનો કુંભ તમારી પાસે રાખો. શામશતક SAN SANK ૨૩

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130