Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 36
________________ तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगम-महाविषम् ॥२४॥ : અર્થ : (હે આત્મનું!) તે સ્વયં વિવેકરૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરી, તંદુરસ્ત થઈ, રાગ-સપના તીવ્ર વિષને દૂર કર. : વિવેચન : કરુણાવંત જ્ઞાની પુરુષો આટલું સમજાવે છે, છતાં રાગને પરવશ બનીને, વિવેકભ્રષ્ટ બનેલા. ચૈતન્ય માટે તરફડતા જીવોની, એ જ્ઞાની પુરુષો ઉપેક્ષા નથી કરતા, તેમના ઉપર કરુણા કરીને કહે છે : ‘હજુ સર્વનાશ નથી થયો, હજુ મનુષ્યજીવન છે, દેવ-ગુરુનું સાન્નિધ્ય છે, માટે નિરોગી-નિરામય બનવાની તક છે. રાગના તીવ્ર વિષનો નાશ કરી દે. એ માટે વિવેકના અમૃત-સમુદ્રમાં કૂદી પડ... આત્મસ્નાન કર. જ્યાં સુધી રાગનું ઝેર ઉતરી ન જાય ત્યાં સુધી સ્નાન કરે જ જા. એક ક્ષણ એવી આવશે, જ્યારે રાગનું ઝેર ઉતરી જશે. વિવેકનું અજવાળું પથરાશે... અને તું મોક્ષમાર્ગ પર દોડવા લાગીશ.' સાર-અસારનો, ધર્મ-અધર્મનો, પુણ્ય-પાપનો, હેય-ઉપાદેયનો સમ્યક્ત-મિથ્યાત્વનો અને આચાર-અનાચારનો વિવેક જાગ્રત જોઈએ. આ વિવેક જ આત્માનું સાચું ચૈતન્ય છે. અસારને સાર માનશો નહીં, અધર્મને કયારેય ધર્મ સમજશો નહીં, પાપને કયારેય પુણ્ય કહેશો નહીં, હેયને કયારેય ઉપાદેય માનવાની ભૂલ કરશો નહીં, મિથ્યાત્વને કયારેય સમ્યકત્વમાં આરોપશો નહીં. અનાચારોને કદીય આચારોમાં ખપાવશો નહીં. આવી ભૂલો રાગનું ઝેર ફેલાવે છે. માટે રાગનું ઝેર વહેલી તકે ઉતારી નાંખવા જ્ઞાની પુરુષો પ્રેરણા આપે છે. રાગની સુંવાળી ધરતી પર ચાલતાં લપસી ન પડાય - એની ખૂબ કાળજી રાખવાની છે. આ સંસાર છે! રાગની ધરતી પર ચાલવું પડે... ત્યાં ખૂબ સાવધાનીથી પગલાં મૂકજો ! શાખ્યશતક (AAAAAAAAAAA. ૨૫

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130