Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan TrustPage 19
________________ यः कश्चिन्न लयः साम्ये मनागाविर्मन्मम ।। तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥७॥ : અર્થ : મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે.” : વિવેચન : લય ! આત્મજ્ઞાનમાં તન્મયતા ! સમતામૃતના સાગરમાં સર્વાગીણ સ્નાન ! ' ઘણી-ઘણી ઇચ્છા આવું સ્નાન કરવાની છે, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની છે. નિત્યાનંદની અનુભૂતિ કરવાની છે. પરંતુ આજ સુધી, વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધુરી જ રહી છે. કયારે એ ઇચ્છા પૂર્ણ થશે...ખબર નથી... મન અકળાય છે... હૃદય આક્રન્દ કરે છે... ત્યારે બુદ્ધિ, એ અનુભવગમ્ય લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.... અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય? - ખાંડનો સ્વાદ, - મધની મધુરતા, - ભોગસુખની અનુભૂતિ.. જેમ વચનોમાં, શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ ‘લયને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી. છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે ! ગ્રંથકાર આચાર્યદવ, આવા સમતારસ’નું વર્ણન કરવા આ “શામ્યશતક' ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે. ઘણું-ઘણું દુષ્કર કાર્ય છે આ. છતાં, ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડયું છે, એમ આ ગ્રંથનું અધ્યયન - અવગાહન કરતાં સમજાય છે. તેમણે અંતરાત્માને સમતામૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે! ૮ SCRASANGANGASAN શાખ્યશતકPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130