________________
૧૯
આષાઢ-ચાતુમસક પ્રવચન જોઈએ. પ્રતિક્રમણના સૂત્રોનો અર્થ અવશ્ય જાણી લેવો જોઈએ. અર્થજ્ઞાન વગર પ્રતિક્રમણમાં મન સ્થિર નહીં રહે. વિચારોમાં ખોવાઈ જશો અથવા ઊંઘ આવી જશે. પૌષધઃ
પૌષધદ્રત સાધુજીવનનો નમૂનો છે. આ વ્રત નિવૃત્તિરૂપ છે. ભોજનથી નિવૃત્તિ, શરીરસેવાથી નિવૃત્તિ, અને મૈથુનથી નિવૃત્તિ હોય છે આ વ્રતમાં. પાંચમ, આઠમ, ચૌદશ જેવી પર્વતિથિઓમાં આ વ્રત લેવું જોઈએ. ઓછામાં ઓછું ૧૨ કલાકનું આ વ્રત હોય છે. ર૪ કલાકનું, બે દિવસનું, આઠ દિવસનું અને પૂરા ચાતુર્માસ માટે પણ આ વ્રત લઈ શકાય છે.
જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, ગુરુસેવા...ઈત્યાદિ આરાધનાથી આ વ્રતનું પાલન કરવું જોઈએ. નિંદા, વિકથા અને પ્રમાદથી આ વ્રતની વિરાધના ન કરવી જોઈએ. પરમાત્મપૂજન :
શ્રાવક-શ્રાવિકાએ પ્રતિદિન પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. શુદ્ધ વસ્ત્રો પહેરીને, પોતાની પૂજા સામગ્રીથી ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. અભિષેકપૂજા (પ્રક્ષાલ) પણ તમારે લોકોએ કરવી જોઈએ. પૂજારી પાસે પૂજા ન કરાવવી જોઈએ.
અભિષેકપૂજા, ચંદનપૂજા, ધૂપપૂજા, પુષ્પપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, અને ફળપૂજા - આ આઠ પ્રકારની દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદનસ્વરૂપ ભાવપૂજા કરવી જોઈએ. વિધિસહિત ભાવપૂર્વક પૂજા કરવાથી મન પ્રસન્નતા રહેશે. મનમાં વૈરાગ્ય પેદા થશે. અને ક્રમશઃ આત્મશુદ્ધિ થતી જશે. સ્નાત્રપૂજા ?
ગીત-ગાનપૂર્વક પરમાત્માની સ્નાત્રપૂજા કરવી જોઈએ. રોજ ન કરી શકો તો કોઈકોઈ વાર કરવી જોઈએ. પૂજારીને પૈસા (નકરો) આપીને સ્નાત્રપૂજા ન કરાવવી. તમારે જાતે જ સ્નાત્રપૂજા કરવી જોઈએ. વિલેપનપૂજાઃ
પરમાત્માની મૂર્તિ ઉપર ઉત્તમ દ્રવ્યોથી વિલેપન કરવું જોઈએ. દ્રવ્યપૂજામાં જ્યારે તમે ચંદનપૂજા કરો ત્યારે એ સમયે વિલેપન કરવું જોઈએ. પરંતુ ધ્યાન રાખવું કે અશુદ્ધદ્રવ્યોથી વિલેપન ન કરવું જોઈએ. જેમાં ‘આલ્કોહોલ” હોય એવા અત્તરથી વિલેપન ન કરવું. અશુદ્ધ વરખ પણ ભગવાનને અડાવવો ન જોઈએ. આજકાલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org