________________
૧૬૭
પર્વ-પ્રવચનમાળા
હતું. વિજયધર્મઘોષસૂરિજી તેમના પરમારાધ્ય ગુરુદેવ હતા. ગુરુદેવની પ્રેરણાથી પેથડશાહે -
* ગુરુમુખથી ૧૧ અંગ-આગમોનું શ્રવણ કર્યું હતું.
* "શ્રી ભગવતીસૂત્ર" સાંભળતી વખતે જયારે જયારે “ગોયમ” નામ આવતું હતું ત્યારે એક એક સુવર્ણમુદ્રાથી જ્ઞાનપૂજા કરતા હતા. એ રીતે ૩૬ હજાર સુવર્ણમુદ્રાઓથી પૂજન કર્યું હતું.
* ૩૬ હજાર સુવર્ણમુદ્રાઓ ખર્ચ કરીને આગમો લખાવ્યાં હતાં. * સાત સમૃદ્ધ જ્ઞાનભંડારોની સ્થાપના કરી હતી.
આ તો કેટલાક જ મહાન શ્રાવકોનાં નામ જણાવ્યાં છે પરંતુ જૈનશાસનમાં આવા તો અનેક મહાનુભાવો થયા છે. પરંતુ પાછળનાં કેટલાંક વર્ષોમાં અથવા અંતિમ શતાબ્દીમાં આવા શ્રાવકોનાં નામ સાંભળવામાં નથી આવ્યાં.
એક ચિંતાપ્રેરક ભયસ્થાનઃ
આજે ભદ્ર સમાજમાં પણ આત્મજ્ઞાનનો, ધર્મજ્ઞાનનો, પરમાત્મજ્ઞાનનો હ્રાસ નજરે પડે છે. આત્મવાદી કહેવડાવનાર ભારત દેશ આત્માને ભૂલતો જઈ રહ્યો છે. પરમાત્માથી ખૂબ દૂર જઈ રહ્યો છે. આત્મવત્ સર્વમૂતેપૂ ની ભાવના નષ્ટપ્રાયઃ થઈ ગઈ છે. મૈત્રી-કરુણા અને પ્રમોદભાવથી મનુષ્યદય ખાલી થઈ ગયાં છે.
"આવું કેમ બન્યું," એવું ગંભીરતાથી કોણ વિચારે છે ? જેના ખભા ઉપર જીવહિતનો ભાર છે, જેઓ સમાજના, સંઘના, દેશના અને વિશ્વના "ગુરુ” કહેવાય છે, તેઓ પણ આ વિષયમાં ગંભીરતાથી વિચારે છે ખરા ? ધર્મક્ષેત્રમાં ઉચ્ચપદો ઉપર બેઠેલા મહાનુભાવો યા તો નિરાશ થઈ ગયા છે અથવા તો સ્વાર્થપરાયણ થઈ ગયા છે !
વિશ્વની પ્રજાનું આકર્ષણ ભૌતિકવાદ તરફ થઈ ગયું છે. આ વિષયમાં પ્રસિદ્ધ અંગ્રેજ કવિ ટી.એસ. ઇલિયટ, જેને ૧૯૪૭ માં સાહિત્યનું "નોબલ પ્રાઈઝ” મળ્યું હતું, એનું મંતવ્ય જાણવા જેવું છે. તેણે કહ્યું છે : -
"આજે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, તે માત્ર ચાલવાનું જ્ઞાન છે, રોકાવાનું નથી, કે વિચારવાનું નથી. તે તો માત્ર બોલવાનું જ્ઞાન છે. ચુપ-મૌન રહેવાનું નથી. આપણું આ સમગ્ર જ્ઞાન આપણને અજ્ઞાનતા પાસે લઈ જાય છે. આપણે જીવીએ છીએ પરંતુ આપણે "જીવન" ગુમાવી દીધું છે. ફળરૂપે જીવનના સાચા આનંદથી વંચિત થઈ ગયા છીએ. આજ આપણે જે જ્ઞાન (વાસ્તવમાં અજ્ઞાન) પ્રાપ્ત કરી રહ્યા છીએ તે જ્ઞાને આપણો વિવેક છીનવી લીધો છે. આપણું આ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org