________________
૧૭૪
પર્વ-પ્રવચનમાળા
બંને રાજાઓનાં મંત્રીમંડળ યુદ્ધ કરવાના પક્ષમાં ન હતાં. કોઈ પણ પ્રકારે યુદ્ધ ટળી જાય એ હેતુથી તેમણે પરસ્પર ચર્ચા-મંત્રણા કરી. પરંતુ ન માન્યો દ્રાવિડ કે ન માન્યો વારિખીલ્ય. બંનેનાં મન પ્રચંડ ક્રોધને લીધે વિચારશૂન્ય થઈ ગયાં હતાં. તેમને ન આવ્યો પોતાના પિતાનો વિચાર કે ન આવ્યો પિતામહનો વિચાર ! વિચારશૂન્ય અને વિવેકશૂન્ય બનીને બંનેએ ભીષણ યુદ્ધ શરૂ કરી દીધું.
સાત મહિના સુધી યુદ્ધ ચાલતું રહ્યું. આ યુદ્ધમાં બંને પક્ષના પાંચ-પાંચ કરોડ સૈનિકો માર્યા ગયા. કેટલા હાથી અને કેટલા ઘોડાઓ માર્યા ગયા હશે, તેની કલ્પના ય કરવાથી બુદ્ધિ ચક્કર ખાઈ જશે. વર્ષાનો પ્રારંભ અને દ્રાવિડને સંતસમાગમ ઃ
સાત મહિના પછી પણ યુદ્ધનો અંત આવ્યો ન હતો. પરંતુ વર્ષાનો પ્રારંભ થઈ જવાથી યુદ્ધ સ્થગિત કરવું પડયું હતું. પાંચ-પાંચ કરોડ સૈનિકોનો સંહાર જોઈને પણ બંને ભાઈઓનો યુદ્ધોન્માદ શાંત થયો ન હતો. વેરનો અગ્નિ શાન્ત પડ્યો ન હતો. હૃદયમાં વિરક્તિનો ભાવ જાગ્યો ન હતો.
ન
.
બંને સેનાઓ પોતપોતાની છાવણીઓમાં વિશ્રામ કરી રહી હતી. એક દિવસ દ્રવિડ દેશના મહામંત્રી વિમલબુદ્ધિએ દ્રાવિડને કહ્યું : "મહારાજ, અહીંથી થોડેક દૂર "શ્રીવિલાસ” નામનું તપોવન છે. ત્યાં પાપશાન્તિ માટે તાપસો તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમણે શ૨ી૨ ઉ૫૨ જીર્ણ વલ્કલ ધારણ કર્યાં છે. તેઓ માત્ર કંદમૂળ ફળાદિનો જ આહાર કરે છે. દુનિયાની આધિ, વ્યાધિ, ઉપાધિથી તેઓ દૂર છે. જીવ માત્ર પ્રત્યે કરુણા ધારણ કરનારા છે. જો આપની ઇચ્છા હોય તો આપણે એ મહાત્માઓનાં દર્શન ક૨વા જઈએ.”
દ્રાવિડના મનમાં એ મહાત્માઓનાં દર્શન કરવાની ઇચ્છા જાગૃત થઈ. મહામંત્રીને ખૂબ આનંદ આવ્યો. મહામંત્રીનું હૃદય દશ કરોડ સૈનિકોના સંહારથી અત્યંત વ્યથિત હતું. તે યુદ્ધનો શીઘ્ર અંત લાવવા માગતા હતા. તેમના મનમાં આ વિચાર આવ્યો કે ‘રાજાઓને મહાત્માઓ જ સમજાવી શકે, કટુ સત્ય સંભળાવી શકે છે. કારણ કે તેઓ ત્યાગી, નિઃસ્પૃહ અને કરુણાવંત હોય છે. રાજાઓ ૫૨ મહાત્માઓનો જ પ્રભાવ પડે છે.’
શ્રીવિલાસ-તપોવનમાં ઃ
દ્રાવિડ મંત્રીમંડળ તથા સેનાપતિ સાથે “શ્રીવિલાસ” તપોવનમાં પહોંચ્યો. તપોવનના કુલપતિ હતા સુવલ્લુ નામના એક ઋષિ. સુવલ્જીએ વલ્કલ પહેર્યાં હતાં, હાથમાં જપમાળા હતી. પર્યંકાસને બેઠા હતા; શરીર ઉપર ગંગાની માટીનો લેપ કર્યો હતો. માથે જટા હતી. ધ્યાનમાં નિમગ્ન હતા. પોતાનાં નેત્રોને ભગવાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org