________________
૨૨૬
આત્માના ઉપાદાનને પરિપક્વ કરો :
ઉપાદાનને પરિપક્વ કરવા માટેના ત્રણ ઉપાયો તીર્થંકર ભગવંતોએ બતાવ્યા છે. તેમાં પહેલો ઉપાય છે ઃ પ્રતિદિન ત્રિકાલ ચાર શરણ અંગીકાર કરવાં - અરિહંતોનું, સિદ્ધોનું, સાધુઓનું અને સર્વજ્ઞપ્રણીત ધર્મનું શરણ સ્વીકારતા રહેવું. યાદ રાખો, શ્રદ્ધા વગર શરણાગતિનો ભાવ નહીં જાગે, અને પ્રીતિ વગ૨ ભક્તિનો ભાવ નહીં જાગે. એટલા માટે ચાર તત્ત્વો પ્રત્યે પ્રીતિ થઈ જવી જોઈએ. પ્રતિદિન શરણ અંગીકાર કરવાથી પ્રીતિ બની જશે.
પર્વ-પ્રવચનમાળા
બીજો ઉપાય છે ઃ દરરોજ ત્રિકાળ દુષ્કૃત્યોની ગ-િનંદા કરવી. પોતાના જીવનમાં જે દુષ્કૃત્યો - પાપ થયાં હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કરતા રહો. પશ્ચાત્તાપ કરતા રહો. દુષ્કૃત્યને દુષ્કૃત્ય માનવું પડશે, અને “મારે દુષ્કૃત્ય ન કરવું જોઈએ.” આ સંવેદન અંદર થવું જોઈએ. કારણ કે આ ભાવાત્મક પ્રક્રિયા છે, ક્રિયાત્મક નહીં. કેવાં કેવાં દુષ્કૃત્યોનો પશ્ચાત્તાપ કરવો જોઈએ એ સૂચિ “પંચસૂત્ર” નામના ગ્રંથમાં મળે છે. અર્થસહ "પંચસૂત્ર” છપાઈ ગયું છે. આ ગ્રંથ અચૂક વાંચવો જોઈએ.
ત્રીજો ઉપાય છે ઃ સુકૃત્યોની અનુમોદનાનો. પંચપરમેષ્ઠી ભગવંતોનાં જે સુકૃત્યો છે એની હાર્દિક અનુમોદના કરવી જોઈએ. સવાર, બપોર અને સાંજે... ત્રણે સમયે અનુમોદના કરતા રહો. અરિહંત પરમાત્મા જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, સિદ્ધ ભગવંતોનો જે સિદ્ધભાવ છે, આચાર્યદેવોનો જે પંચાચારપાલન અને પ્રસાર છે, ઉપાધ્યાયોનું જે જ્ઞાનપ્રદાનનું કાર્ય છે, અને સાધુપુરુષોની જે સાધુક્રિયાઓ છે - એ સર્વેની અનુમોદના કરવાની છે. પછી આપણા જીવનમાં પણ જે સુકૃત કર્યાં હોય, ધર્મકાર્યો કર્યાં હોય એ બધાંની પણ હાર્દિક અનુમોદના કરતા રહો.
આ બધું કરવાથી આત્માની યોગ્યતા વધે છે. શુભ-પ્રશસ્ત નિમિત્તોના અવસરો ગ્રહણ કરવાની શક્તિ વધે છે. રાજા કિરણવેગનો આત્મા નિમિત્તને ગ્રહણ કરવા માટે યોગ્ય બન્યો હતો. શ્રી વિજયભદ્રાચાર્યનું નિમિત્ત મળ્યું. કિરણવેગના આત્મામાં રાગદ્વેષની મંદતા આવી ગઈ. મમતા, આસક્તિ - મૂર્છા દૂર થઈ ગઈ અને વૈરાગ્યભાવ પ્રબળ થઈ ગયો.
રાજા કિરણવેગ દીક્ષા લે છે :
રાજકુમા૨ ધરણવેગ યુવાવસ્થામાં આવી જ ગયો હતો. મંત્રીમંડળને બોલાવીને રાજકુમારનો અભિષેક કરવાની વાત કરી દીધી. રાણી પદ્માવતીને ય પોતાની ભાવના જણાવી દીધી. પદ્માવતીએ કહ્યું ઃ ‘આપ ચારિત્રના માર્ગે ચાલશો, તો હું પણ આપની સાથે સંસારનો ત્યાગ કરીશ.'
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org