________________
પોષદશમી - પ્રવચન (૨)
હતો ને ? કર્મ પણ કેવા કેવા સંજોગો કરાવે છે ?
ભવ ૭ - નરક અને સ્વર્ગ
:
વજ્રનાભ મહર્ષિનો આત્મા મધ્યમ પ્રૈવેયક દેવલોકમાં ઉત્પન્ન થયો. અને પેલો ભીલ મરીને સાતમી નરકમાં પેદા થયો.
મારનાર ક્રમશઃ નીચે ઊતરતો જાય છે, સમાધિથી મરનાર ક્રમશઃ ઉપર ને ઉપર જ જાય છે. નુકસાન મારનારને જ થતું હોય છે. લાભ મરનારને થાય છે.
૨૩૧
મરુભૂતિના જીવની સાથે કમઠનો જીવ એક માત્ર મૃત્યુના સમયે જ મળે છે ! જીવનકાળ દરમિયાન ક્યાંયે મળતો નથી. બસ, અંતિમ ૧૦મા ભવમાં કમઠ તાપસના રૂપમાં મળશે. પરંતુ ત્યાં મૃત્યુના સમયે નહીં મળે ! હવે આઠમો ભવ બતાવું છું.
ભવ ૮ - સિંહ અને ચક્રવર્તી રાજા ઃ
જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સુરપુર નામનું નગર છે. ત્યાંનો રાજા હતો વજ્રબાહુ - રાણીનું નામ હતું સુદર્શના,
ત્રૈવેયક દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિનો જીવ રાણી સુદર્શનાના ઉદરમાં અવતિરત થાય છે. એ સમયે રાણીને ૧૪ મહાસ્વપ્નો આવે છે. સ્વપ્નોનો ફળાદેશ કરતાં જ્યોતિષીઓએ કહ્યું : "આ પુત્ર ચક્રવર્તી થશે.” સુવર્ણબાહુનો રાજ્યાભિષેક :
પુત્રનો જન્મ થાય છે. તેનું નામ "સુવર્ણબાહુ" રાખવામાં આવે છે. તેનું ખૂબ જ લાલનપાલન કરવામાં આવે છે. ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે સુવર્ણબાહુ યૌવનાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે રાજા વજ્રબાહુ વૈયિક સુખોથી વિરક્ત થાય છે, સુવર્ણબાહુનો રાજ્યાભિષેક કરે છે અને તે ચારિત્રમાર્ગ ઉપર ચાલે છે.
ચારિત્રધર્મનું નિરતિચાર પાલન કરતાં એ કેવળી બની જાય છે. શેષ અઘાતી કર્મોનો ક્ષય થઈ જતાં તેમનું નિર્વાણ થાય છે. સુવર્ણબાહુ રાજા એક દિવસ અશ્વારૂઢ થઈને વનવિહાર કરવા જંગલમાં ગયા. સાથે સૈનિકો હતા, સેનાપતિ પણ હતો. વનવિહાર કરતાં તેઓ દૂર પ્રદેશમાં નીકળી ગયા. ત્યાં સુવર્ણબાહુએ એક હાથીને જોયો. હાથી ખૂબ જ સુંદર હતો. રાજાને પસંદ પડી ગયો. સેનાપતિને કહ્યું : "આ હાથીને આપણા નગરમાં લઈ લો. હું હાથી ઉ૫૨ સવારી કરું છું.”
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org