Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 243
________________ ૨૩૩ પોષદશમી - પ્રવચન (૨) સુવર્ણબાહુ છ ખંડો પર વિજય પામવા નીકળી પડ્યા. ચક્રવર્તી થવાનું હતું ને? ષટુ ખંડ ઉપર વિજય પામ્યા વગર ચક્રવર્તી બની શકાતું નથી. વિજય પામીને સુવર્ણબહુ પોતાની રાજધાનીમાં પાછા ફરે છે. બાર વર્ષ સુધી રાજ્યાભિષેક મહોત્સવ ચાલે છે. કેટલાય વર્ષો સુધી સુવર્ણબાહુ ચક્રવર્તીના સિંહાસન ઉપર સત્તારૂઢ રહ્યા. પ્રજાનું યોગક્ષેમ કરતા રહ્યા. હજારો...લાખો વર્ષ વ્યતીત થઈ ગયાં. એક દિવસે સુરપુર નગરની બહાર "જગન્નાથ” નામે તીર્થંકર પધાર્યા. નગરનો બાહ્ય પ્રદેશ દેવોથી, સાધુઓથી, સાધ્વીઓથી ભરાઈ ગયો. દેવોએ સમવસરણની ભવ્ય રચના કરી. તીર્થંકરના અચિંત્ય પ્રભાવથી સુરપુર નગરમાંથી રોગ - શોક અને ઉપદ્રવ દૂર થઈ ગયા. આખાય નગરમાં આનંદ થઈ ગયો. ચક્રવર્તી સુવર્ણબાહ પરિવાર સહિત તીર્થંકર પરમાત્માની દેશના સાંભળવા આવ્યા. પરમાત્માનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. કારણ કે પૂર્વજન્મમાં તેમણે તીર્થકરશ્રી ક્ષેમંકર પાસે દીક્ષા લીધી હતી. તીર્થકરના સાંનિધ્યમાં રહ્યા હતા. તીર્થંકર પ્રત્યે પ્રીતિ-ભક્તિનો સંબંધ બંધાઈ ગયો હતો. અહીં ફરીથી તીર્થંકરનું સાંનિધ્ય મળ્યું ! એ જ સમવસરણ. એ જ બાર પર્ષદાઓ...એ જ અષ્ટ પ્રાતિહાર્ય...! અને એ જ તીર્થંકરની મધુર વાણી !! ચક્રવર્તી દીક્ષા લે છેઃ મેંપૂર્વજન્મમાં ક્ષેમકર તીર્થંકર પાસેથી ચારિત્રધર્મ સ્વીકાર્યો હતો. એમનું સ્ક્રય ગદ્ગદ થઈ ગયું. આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ. તીર્થકર ભગવાને કહ્યું : "હે ચક્રવર્તી, તને પૂર્વભવની સ્મૃતિ થઈ ગઈ છે તે સાચું છે. તું વજનાભ નામનો રાજા હતો. તે ક્ષેમંકર તીર્થંકર પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો હતો.” સુવર્ણબાહુ ઊભા થઈ ગયા અને તેમણે નતમસ્તકે કહ્યુંઃ “હે ભગવંત, મારા પરમ ભાગ્યોદયથી જ આપ અહીં પધાર્યા છો. હું આ ભવમાં પણ આપના પાવન ચરણોમાં જીવન સમર્પિત કરીશ. આપ કૃપા કરીને અહીં બિરાજો. હું તરત જ કુમારનો રાજ્યાભિષેક કરીને આપની પાસે આવું છું.' ચક્રવર્તીનું ચિત્તવૈરાગી બની ગયું. તીર્થંકર પરમાત્માના શ્રેષ્ઠ આલંબને એમના આત્માને જગાડી દીધો. તેમણે ચારિત્ર સ્વીકારી લીધું. શ્રમણ બનીને તેમણે શ્રતધર ગણધરો પાસે અધ્યયન કર્યું. તેઓ ગીતાર્થ બન્યા. મોક્ષમાર્ગનું સર્વાગીણ જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું. પછી વિશેષ પ્રકારની તપશ્ચર્યા કરીને પોતાને ધીર, વીર અને પરાક્રમી બનાવ્યા. તીર્થંકર પરમાત્માની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260