________________
૨૪૦૦
પર્વ-પ્રવચનમાળા માત્ર કાયાકષ્ટ જ બતાવ્યું છે ! કે જે ધર્મ નથી.”
કમઠ બોલ્યોઃ હેનાના રાજા, અમે ગુરુ અને ધર્મને જાણીએ છીએ. જે પોતાની પાસે પૈસા નથી રાખતો, જે દુનિયાને ભૂલીને વન-જંગલોમાં રહે છે, એ ગુરુ છે અને એ તેમનો ધર્મ છે.
પાર્શ્વકુમારે કહ્યું: ‘હે તાપસ, જંગલમાં રહેનારાં પશુ અને પક્ષી ક્યાં પોતાની પાસે પૈસા રાખે છે? તું એવો જ છે! યોગી નહીં પરંતુ સંસારસુખની કામનાઓ બ્દયમાં ભરીને રહેનાર ભોગી છે.”
કમઠ પોતાના રોષને દબાવીને બોલ્યોઃ “રાજનું, સંસારને ખરાબ સમજીને તો અમે એનો ત્યાગ કર્યો છે. યોગી બનીને ધર્મની વાતો કરતા અમે જંગલમાં રહીએ છીએ. તો પછી અમે ભોગી કેવી રીતે ?'
ધર્મની વાત કરે છે તું? ધર્મનું મૂળ પણ તું જાણે છે? ધર્મનું મૂળ છે દયા. તું જીવદયા તો જાણતો નથી. તારું બધું તપ વ્યર્થ છે. પાર્શ્વકુમારે કંઈક રોષપૂર્ણ વચનો કહ્યાં.
કમઠે થોડીક વિનમ્રતા બતાવી કહ્યું : “રાજનું, અમારી કોઈ ભૂલ થઈ હોય તો બતાવો. દયાની એવી કઈ વાત છે કે જે અમારા ખ્યાલમાં ન હોય. વધારે શું કહું?'
એ સમયે પાર્શ્વકુમારે પોતાના સેવકોને એક મોટું સળગતું લાકડું બતાવ્યું અને કહ્યું : ”આ લાકડાને સાવધાનીથી બહાર કાઢી સાવધ રીતે ફડો. અંદર સાપ છે.”
એ સ્થળે જે લોકો હાજર હતા તેઓ આશ્ચર્યથી જોઈ રહ્યા. સેવકે લાકડાને સાવધાનીથી ચીર્યું. અંદરથી અડધો બળેલો સાપ નીકળ્યો. પાકુમારના કહેવાથી સેવકે સાપને નવકાર મહામંત્ર સંભળાવ્યો. સાપ શાંત ચિત્તે સાંભળતો રહ્યો. સાંભળતાં સાંભળતાં તેને સમાધિ લાગી ગઈ. તે મરીને દેવલોકમાં દેવ બન્યો. એ જ નાગરાજ ધરણેન્દ્ર!
ત્યાં ઊભેલા લોકોએ કમઠનો તિરસ્કાર કર્યો અને પાર્શ્વકુમારનો જયજયકાર કર્યો. કમઠ લજ્જિત થઈ ગયો. પણ મનમાં પાર્શ્વકુમાર પ્રત્યે ઘોર દ્વેષ લઈને જંગલમાં ચાલ્યો ગયો ત્યાં ઘોર તપશ્ચર્યા કરી. મરીને તે દેવયોનિમાં ઉત્પન્ન થયો. તેનું નામ મેઘમાલી.
પાર્શ્વકુમાર પાછા મહેલમાં આવી ગયા. રાજા-રાણી અને પ્રભાવતીને બધી વાત મળી ગઈ હતી. બધાંએ કુમારની પ્રશંસા કરી. પાર્શ્વકુમાર તો અંદરથી વિરક્ત હતા. લોકોની પ્રશંસા સાંભળીને અને કમઠની નિંદા સાંભળીને તેમને કોઈ ખુશી થાય તેમ ન હતું. તેમણે તો મધ્યસ્થ ભાવ ધારણ કરેલો હતો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org