Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 256
________________ ૨૪૬ પર્વ-પ્રવચનમાળા જેટલાં ભિન્નભિન નામ પાર્શ્વનાથજીનાં મળે છે એટલાં નામ અન્ય કોઈ પણ તીર્થંકર પરમાત્માનાં મળતાં નથી. એ નામો ત્રણ દ્રષ્ટિથી પડ્યાં છે. ૧. ગુણના માધ્યમથી. ૨. ગામના માધ્યમથી. ૩. મૂર્તિના માધ્યમથી. ૧. જેવાં કે ચિંતામણિ પાર્શ્વનાથ, વિબહર પાર્શ્વનાથ.... વગેરે ગુણના પ્રભાવથી નામો પડ્યાં છે. ૨. પરંતુ જીરાવલા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ... વગેરે નામો ગામના માધ્યમથી પડ્યાં છે. ૩. જ્યારે શામળા પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ વગેરે નામ મૂર્તિના માધ્યમથી પડ્યાં છે. અને આ મૂર્તિઓની આજુબાજુ કોઈ ને કોઈ કથા મળે છે ઈતિહાસ મળે છે. ચમત્કાર અને પ્રભાવ જાણવા મળે છે. મોટાભાગના સાધકોએ-ઉપાસકોએ પોતાની સાધના-ઉપાસના શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની સામે કરેલી છે અને વર્તમાનમાં પણ કરે છે. પાર્શ્વનાથ ભગવાનના નામની સાથે, એમની મૂર્તિની સાથે યોગીપુરુષોનો આંતરિક સંબંધ હોય છે. આપણા જૈન કવિઓએ-પછી તેઓ ઋષિ-મુનિ હોય કે ગૃહસ્થ હોય, તેમણે પાર્શ્વનાથ ભગવાનનાં સ્તોત્ર રચ્યાં છે-સ્તવન બનાવ્યાં છે - સ્તુતિઓની રચના કરી છે. જો આ બધા સાહિત્યનું સંકલન કરવામાં આવે તો એક મોટું "વોલ્યુમ” થઈ જાય! મંત્રો - યંત્રો - સ્તોત્રઃ માંત્રિકોએ ભગવાન પાર્શ્વનાથનું નામ જોડીને અનેક મંત્રોનું નિર્માણ કર્યું છે. મંત્રગર્ભિત સ્તોત્રોની રચનાઓ કરી છે. શ્રી ભદ્રબાહસ્વામીનું "ઉવસગ્ગહર સ્તોત્રમ્ અને સિદ્ધસેન દિવાકરસૂરિજીરચિત "કલ્યાણમંદિર સ્તોત્રમ્ આનો શ્રેષ્ઠ ઉદાહરણો છે. કેટલાક મંત્રોમાં ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીનાં નામ પણ ગુંતિ છે. અનેક મંત્રો બીજોની સાથે છે; એવા અનેક મંત્રો આજે પણ મળે છે. પરંતુ મંત્રસાધનામાં સાધક માટે ઘણી બાબતો જરૂરી છે. જેમ કે મંત્ર શ્રેષ્ઠ જોઈએ. મંત્રસાધક મનુષ્ય પણ યોગ્યતાવાળો હોવો જોઈએ. મંત્રોની જેમ ભગવાન પાર્શ્વનાથના કેટલાંય "યંત્ર પણ બન્યાં છે ! ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનાં પ્રાચીન યંત્રો જોવા મળ્યાં છે. એની પૂજનવિધિ પણ મળે છે. જે કોઈને પોતાના જીવનમાં શાનિ જોઈએ. સમતા જોઈએ, મનની પ્રસન્નતા જોઈએ, તેણે ભગવાન પાર્શ્વનાથજી પ્રત્યે અખંડ, અવિચ્છિન્ન શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રદ્ધાપૂર્વક, વિધિસહિત આરાધના કરવી જોઈએ. તમે બધા ભગવાનની આરાધના કરીને પરમ સુખ-શાન્તિ પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના. * * * Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 254 255 256 257 258 259 260