________________
કાર્તિક પૂર્ણિમાં પ્રવચન
૧૭૭ પિતાતુલ્ય મોટાભાઈ, મારાં સંચિત પુણ્યકર્મના ઉદયથી જ આપ મારે ત્યાં પધાર્યા
છો. મારા અપરાધોને ભૂલીને મને ક્ષમા કરો.. મારી ઉપર પ્રસન્ન થાઓ. મારા રાજ્યને સ્વીકારો.”
દ્રાવિડે પોતાના બે હાથથી વારિખીલ્યને ઊભો કર્યો. પોતાની છાતીએ લગાવ્યો, અને મસ્તકે આલિંગન કરતાં કહ્યું "હે ભાઈ, મેં જ તને કોપિત કર્યો છે. મેં જ તને યુદ્ધ માટે પ્રેરિત કર્યો છે. મને મારા દુષ્કૃત્યો માટે ઘોર પશ્ચાત્તાપ થયો છે. સુવલ્લુ ઋષિએ મને આજે જગાડયો છે. હું આ અસાર સામ્રાજ્યથી વિરક્ત થયો છું. આજે જ હું સમજ્યો છું કે આ રાજ્ય દુર્ગતિમાં લઈ જનારું છે. રાજ્યની સ્પૃહામાંથી જ ઈર્ષા, ભય, ક્રોધ ઈત્યાદિ દોષ પેદા થાય છે.
મારા નાના બંધુ, ધન્ય છે તને કે ઋષિવાણી સાંભળ્યા વગર જ તું તારું રાજ્ય મને આપવા તત્પર થયો છે. પણ હવે તો મારે મારું રાજ્ય પણ નથી જોઈતું. મારું રાજ્ય હું તને આપું છું, અને એ ઋષિરાજ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરું છું. બસ, તું મને ક્ષમા કરી દે !”
દ્રાવિડ રોઈ પડયો, વારિખીલ્ય પણ રડી ગયો. ત્યાં ઉપસ્થિત તમામ સૈનિકો રડી પડયા.
વારિખીલ્ય કહ્યું : "હે પૂજ્ય, આપે જે કહ્યું તે જ સત્ય છે. રાજ્ય સ્પૃહા જ સર્વ અનર્થોની જનની છે. આ સંસાર દુઃખરૂપ છે. એટલા માટે હું પણ આપની સાથે જ ઋષિની પાસે આવું છું. આપની સાથે હું પણ દીક્ષા ગ્રહણ કરીશ.” પ-૫ કરોડ સૈનિકો સાથે બે ભાઈઓની દીક્ષા
બંને ભાઈઓએ ત્યાં જ પોતપોતાનાં મંત્રીમંડળોને બોલાવ્યાં. અને પોતાની ભાવનાથી અવગત કર્યા. યુદ્ધ સમાપ્ત થયું જાણીને સૌને આનંદ થયો, પરંતુ બંને રાજાઓ સંસારનો ત્યાગ કરી રહ્યા છે, એ જાણીને દુઃખ થયું. બંને ભાઈઓએ પોતપોતાના પરિવારોને ત્યાં બોલાવી લીધા અને રાજકુમારોનો રાજ્યાભિષેક કરવાનો આદેશ આપી દીધો. રાજકુમારોના રાજ્યાભિષેક કર્યા પછી બંને ભાઈઓએ પોતપોતાની સેનાના પ-પ કરોડ સૈનિકોને કહ્યું જેવી રીતે તમે લોકો અમને વફાદાર રહ્યા છો એ રીતે નવા રાજાઓને પણ વફાદાર રહેજો.”
સૈનિકોએ કહ્યું: અમે પણ આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશું. આપ જયાં જશો, ત્યાં અમે પણ સાથે ચાલીશું.” સૈનિકોએ દ્રાવિડ અને વારિખીલ્યના જયઘોષથી આકાશ ભરી દીધું.
સુવલ્લુ ઋષિએ દ્રાવિડ અને વારિખીલ્યને દશ કરોડ સૈનિકો સાથે તાપસી દીક્ષા ગ્રહણ કરાવી. તે સર્વે સાધુ બની ગયા. હજારો ગામોને ઉજાડીને સ્મશાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org