Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
પોષદશમી – પ્રવચન (૧)
૨૧૫
સંસ્કારોનું ચિંતન ક૨શે. આવા પ્રકારનું ચિંતન વિરક્ત મનમાં ચાલ્યા જ કરે છે.
મરુભૂતિએ ઘરની વિકટ સમસ્યાને ઉકેલવાનો વિચાર કર્યો. સમસ્યા માત્ર મરુભૂતિની જ નહીં, અરુણાની પણ હતી. એટલા માટે વિલંબ ન કરતાં શીઘ્ર ઉપાય ક૨વાનું વિચાર્યું. અરુણા ગંભીર હતી અને તેને મરુભૂતિ ઉપર વિશ્વાસ હતો. તેણે કોઈ ધાંધલ ન મચાવ્યું, ન તો તેણે કોઈ સ્નેહી સ્વજનને વાત કરી.
રાજા અરવિંદને વાત કરી
મરુભૂતિ વિચારે છે ઃ "પિતાજીના મૃત્યુ પછી મહારાજા અરવિંદ જ અમારે માટે પિતા છે. પિતાની જગાએ એ જ વાત્સલ્ય વરસાવે છે અને પરિવારનો ખ્યાલ રાખે છે. મારે મહારાજાને આખી વાત કરી દેવી જોઈએ. એ કમઠને સમજાવી શકશે.”
મરુભૂતિએ આખી વાત મહારાજા અરવિંદને જણાવી દીધી. સાંભળતાં જ અરવિંદ કમઠ પ્રત્યે રોષાયમાન થઈ ગયા. તેમણે મરુભૂતિને કહ્યું : ‘તું જા અને હું કમઠને જોઉં છું. એ ઉદ્ધત છોકરાથી તો તારા પિતા પણ ચિંતિત હતા; પરંતુ હવે તો તેણે હદ વટાવી છે.'
મરુભૂતિ ઘેર ચાલ્યો ગયો. તેના માથા ઉપરથી આખો ભાર ઊતરી ગયો. તે નિશ્ચિંત થઈ ગયો. પરંતુ મહારાજા અરવિંદ ચિંતામાં પડી ગયા. "શું કરવું જોઈએ કમઠને ? જો તેને ઘ૨થી અલગ કરી નાખું તો પણ તે આ નગરમાં રહેશે... તો ગમે તેમ કરીને તે વસુંધરાને મળતો રહેશે. બીજા ગામમાં મોકલી દઉં તો... ? તો પણ તે અહીં આવતો-જતો રહેશે. એને દેશમાંથી કાઢી મૂકવો જોઈએ. આમેય તે નકામો છે, ફરતો રહે છે. અનેક ખરાબ કામ કરતો રહે છે. તેને પુરોહિતપુત્ર સમજીને આજ દિન સુધી માફ કરતો રહ્યો. પરંતુ હવે તો તેને શિક્ષા કરવી જ પડશે.”
કમઠને સજા ઃ
રાજાએ કમઠને બોલાવ્યો. તેનું ભયંકર અપમાન કર્યું. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. રાજાએ એને દેશનિકાલની સજા કરી.
::
સભામાંથી તેની પાસે ક્ષમા મંગાવીને તેને સુધરવાની તક આપવામાં આવી હોત તો કામ ન થાત ?
મહારાજશ્રી : રાજાએ કમઠમાં સુધરવાની યોગ્યતા જોઈ નહીં હોય, કેટલાક અપરાધીઓ ક્ષમા આપવાથી સુધરે છે; કેટલાક અપરાધી નથી સુધરતા. આવા અપરાધીઓને દંડ આપવો એ રાજનીતિમાં યોગ્ય માનવામાં આવ્યું છે.
અપરાધીના ભૂતકાલીન જીવનનો અભ્યાસ કરીને ક્ષમા અથવા સજાનો નિર્ણય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260