________________
૨૧૦
પર્વ-પ્રવચનમાળા
वन्दे पार्श्वजिनं प्रभावसदनं विश्वत्रयीपावनं, श्रेयो-वृक्षवनं नतामरजनं संफुल्लपद्मासनम् । सिद्धेः संवननं मददुदहनं श्रद्धामयूरीघनं,
विघ्नालिशमनं खवाजीदमनं संसारनिर्नाशनम् ॥ પરમાત્મા પાર્શ્વનાથજીની સ્તવના કરતાં એક કવિએ કહ્યું છે કે, "અચિંત્ય પ્રભાવોના મંદિર, ત્રણે ભુવનને પાવન કરનારા, કલ્યાણરૂપ વૃક્ષોના વન સમાન, જેમના ચરણોમાં દેવ અને મનુષ્ય નતમસ્તક છે, પ્રફુલ્લ કમલાસનસ્થ, સિદ્ધિના સંવનનરૂપ, મદરૂપ વૃક્ષોના બાળનારા, શ્રદ્ધારૂપ મયૂરી માટે વાદળ સમાન, વિઘ્નોની પરંપરાનું શમન કરનારા ઇન્દ્રિયરૂપ ઘોડાઓનું દમન કરનારા અને રાગદ્વેષરૂપ સંસારનો નાશ કરનારા શ્રી પાર્શ્વનાથ જિનને હું વંદન કરું છું.” શ્રી પાર્શ્વનાથનાં બે કલ્યાણકઃ
પોષ વદી ૯, ૧૦, ૧૧ - આ ત્રણ દિવસો શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિશેષ આરાધનાના દિવસો છે. કારણ કે દશમનો દિવસ જન્મકલ્યાણકનો દિવસ છે અને એકાદશીનો દિવસ દીક્ષાકલ્યાણકનો દિવસ છે. આ બે કલ્યાણકોની આરાધનાઉપાસના આજથી શરૂ કરવામાં આવે છે. કોઈ અઠ્ઠમ તપથી, કોઈ ત્રણ એકાસણાંથી, કોઈ ત્રણ આયંબિલથી આ ત્રણ દિવસોની આરાધના કરશે. સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જાપ કરશે. પૂજા-પ્રતિક્રમણ-દેવવંદન વગેરે કરશે.
જ્યાં જ્યાં આ દિવસોમાં સાધુ-સાધ્વીજીનો યોગ-સંયોગ મળે છે, ત્યાં અને પાર્શ્વનાથ ભગવાનના તીર્થોમાં પોષ દશમની આરાધના વિશાળ જનસંખ્યામાં થાય છે. પરંતુ આરાધના કરનારાં સ્ત્રી-પુરુષોમાંથી મોટો ભાગ ભગવાન પાર્શ્વનાથની દશ ભવોની જીવનયાત્રા જાણતાં નથી. મોટા ભાગના લોકો ભગવાન પાર્શ્વનાથને "ચમત્કારી", "પ્રકટ પ્રભાવશાળી” માને છે. તે ચમત્કારો ભગવાન પાર્શ્વનાથના, પરંતુ ચમત્કારોનો અનુભવ ભક્તિપૂર્ણ જ કરી શકે છે. ભગવાન પાર્શ્વનાથના પ્રેમી પુરુષ જ એ અચિંત્ય પ્રભાવોની અનુભૂતિ કરી શકે છે. નિષ્કામ પરમાત્મપ્રેમ / ભક્તિઃ
આ પ્રેમ અને ભક્તિ ત્યારે જ દયમાં પેદા થશે, જ્યારે તમે ભગવાન પાર્શ્વનાથના ગુણોને, ઉપકારોને અને તેમના દશ ભવોની જીવનયાત્રાને જાણશો. એટલા માટે આ ત્રણ દિવસોમાં હું દશ ભવોની જીવનયાત્રા સંબંધી પ્રવચનો કરીશ. જેમ જેમ તમે દશ ભવોની વાત સાંભળતા જશો તેમ તેમ તેમના ગુણ અને ઉપકારોને સમજતા જશો.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org