________________
૧૯૮
બંધાય છે. મહાબલ મુનિએ "સ્ત્રીવેદ” બાંધી લીધો ! સ્ત્રીવેદ બાંધે તેને સ્ત્રીનો જન્મ મળે ઃ
:
ગંભીર વાત છે આ. દરેક મનુષ્યે વિચારવા જેવી વાત છે. મહાબલ મુનિએ કોઈ વૈષયિક સુખની સ્પૃહાથી માયા કરી ન હતી. કોઈની સાથે ઈર્ષાભાવથી પ્રેરિત થઈને પણ માયા કરી ન હતી. તો પણ "સ્ત્રીવેદ” બાંધી લીધો, તો જે જીવ વૈયિક સુખના પ્રલોભનથી, અથવા કષાયોને પરવશ બનીને માયા-કપટ કરે છે, તેમને સ્ત્રીવેદ કર્મ બાંધવું કેટલું સ્વાભાવિક છે ?
આપણા પ્રત્યે વિશ્વાસ કરનારાઓનો વિશ્વાસ ભંગ કરવો, એમની સાથે માયાકપટ કરવાં એ નાનું પાપ નથી. મામુલી પાપ નથી.
સભામાંથી ઃ સ્ત્રીવેદ કર્મ બાંધવાથી આવનાર જન્મમાં “સ્ત્રી” થવું પડે છે ને ?
મહારાજશ્રી : હા, સ્ત્રી થવું પડે છે. પુરુષની અપેક્ષાએ સ્ત્રીને શારીરિક અને માનસિક કષ્ટો વધારે પડે છે. એટલા માટે સ્ત્રીજન્મ પામવો એ હીન માનવામાં આવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિથી કોઈ હીન નથી. ન પુરુષ હીન છે, ન તો સ્ત્રી હીન છે. જે રીતે પુરુષ પોતાના આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરી શકે છે એ જ રીતે સ્ત્રી પોતાના આત્માને શુદ્ધ-વિશુદ્ધ કરી શકે છે.
"સ્ત્રીવેદ" અને "પુરુષવેદ”નો સંબંધ શરીર અને મનોવૃત્તિઓની સાથે જોડાયેલો છે. આ દૃષ્ટિથી પૂર્ણજ્ઞાની પુરુષોએ મોક્ષમાર્ગની આરાધનાના વ્યવહારની મર્યાદાઓ પ્રતિપાદિત કરી છે. મોક્ષમાર્ગ તો બંને માટે એક જ છે, પરંતુ સ્ત્રીનો વ્યવહારમાર્ગ અને પુરુષનો વ્યવહારમાર્ગ-ક્યાંક ક્યાંક અલગ હોય છે, તો કોઈક સ્થળે એક જેવો હોય છે.
મહાબલ મુનિ તીર્થંકર - નામકર્મ બાંધે છે
*
પર્વ-પ્રવચનમાળા
મહાબલ મુનિએ "સ્ત્રીવેદ” મોહનીય કર્મ બાંધ્યું, એ રીતે તેમણે ૨૦ સ્થાનક તપની ભવ્ય આરાધના કરીને જીવમાત્ર પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાભાવ ધારણ કરીને "તીર્થંકર નામકર્મ" પણ બાંધી લીધું.
વીસ સ્થાનકની આરાધના :
૧. તેમણે "અરિહંત-પદ”ની તપ અને ધ્યાનથી આરાધના કરી.
૨. "સિદ્ધિ-પદ”ની તપ અને ધ્યાનથી આરાધના કરી.
૩. “પ્રવચન-પદ”ની તપ અને ધ્યાનથી આરાધના કરી. ૪. ગુરુપદની,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org