Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 217
________________ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) ૨૦૭ મલ્લિકુમારી પ્રત્યે રાજાને પૂર્ણ વિશ્વાસ હતો. રાજાએ વિશ્વાસપાત્ર દૂતોને બોલાવીને અલગ અલગ છ રાજાઓની પાસે મોકલી દીધા. રાજા કુંભનો સંદેશો સાંભળીને બધા રાજાઓ નાચવા લાગ્યા. બધા માનવા માંડવા કે - "મલ્લિકુમારીનું લગ્ન મારી સાથે થશે.” છયે રાજાઓને પ્રતિબોધ : ગુપ્ત માર્ગો દ્વારા જુદા જુદા રાજાઓને ઉદ્યાનના મહેલમાં લાવવામાં આવ્યા. મહેલના મધ્યભાગમાં એક ઊંચી વેદિકા ઉપર મલ્લિકુમારીની મૂર્તિ હતી. રાજાઓએ એ મૂર્તિને જોઈ અને માનવા લાગ્યા કે આ જ મલ્લિકુમારી છે. બધા રાજાઓ એકીટસે મૂર્તિને જોતા જ રહ્યા. તેને વાસ્તવિક મલ્લિકુમારી સમજીને તેના સૌંદર્યનું પાન કરવા લાગ્યા. આ સમયે મલ્લિકુમારી સખીવૃંદ સાથે ત્યાં આવી પહોંચી. તેમણે ગુપ્તતાથી મૂર્તિના માથા ઉપરથી ઢાંકણ ખોલી દીધું. જેવું ઢાંકણ ખુલ્યું...દુર્ગંધ...દુર્ગંધ ફેલાઈ ગઈ. માથું ફાટી જાય તેવી દુર્ગંધ હતી. રાજાઓએ પોતપોતાનાં ઉત્તરીય વસ્ત્રોથી નાક બંધ કરી દીધાં. મલ્લિકુમારીએ રાજાઓને પૂછ્યું : "હે મહાનુભાવો, શા માટે આપનાં નાક બંધ કરીને, પાછા ફરીને ઊભા છો ?” "શું કરીએ ? આ દુર્ગંધ અમારાથી સહી જતી નથી. શું ખબર કે ક્યાંથી આવી રહી છે ?” "રાજેશ્વરો ! આ દુર્ગંધ આ પ્રતિમામાંથી આવી રહી છે. કે જે પ્રતિમાને આપ સાક્ષાત્ મલ્લિકુમારી માનીને એના રૂપમાં મુગ્ધ બની ગયા છો. આ પ્રતિમા છે, મૂર્તિ છે. એના માથા ઉપરથી મેં ઢાંકણ ઉપાડી લીધું ...અંદરથી દુર્ગંધ આવી રહી છે. હું દરરોજ આ મૂર્તિમાં ભોજનના કેટલાક પિંડ નાખું છું. અત્યંત સ-રસ ભોજનના પિંડ નાખું છું. આ દુર્ગંધ એ ભોજનની છે. એ આ મૂર્તિમાં કેટલાય દિવસોથી સડે છે. હે રાજેશ્વરો, કંઈક વિચાર કરો. આપણું શરીર ઔદારિક છે. એ શરીરમાં શું ભરેલું છે ? હાડકાં, માંસ, લોહી...શરીરની અંદર જુઓ. આવા ગંદા પદાર્થોથી ભરેલા શરીર ઉપર રાગ કેવો ? મનુષ્યના ભોગ, સુખ તુચ્છ છે, ગંદા છે અને બિભત્સ છે.” રાજાઓ તો સાંભળતા જ રહ્યા...સાંભળતા જ ગયા ! "કેટલી મધુર વાણી ! કેટલી સાચી અને હિતકારી વાત કહે છે આ રાજકુમારી ?” મલ્લિકુમારીએ રાજાઓને પૂર્વભવ યાદ કરાવ્યો. પૂર્વજન્મની ભવ્ય સંયમ-આરાધના યાદ કરાવી. છયે રાજાઓને ત્યાં જ પૂર્વજન્મની સ્મૃતિ આવી ગઈ ! શુભ પરિણામ જાગૃત થઈ ગયાં. શુભ લેશ્યા પ્રકટ થઈ અને શુભ અધ્યવસાય પેદા થઈ ગયા. તેમને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260