________________
શ્રી મૌન એકાદશી પ્રવચન (૨)
દેવલોકમાંથી મનુષ્યલોકમાં ઃ
મહાબલ મુનિના આત્માના દેવભવનું આયુષ્ય સંપૂર્ણ ૩૨ સાગરોપમનું હતું. જ્યારે બાકીના છ મુનિવરોના આત્માઓનું કંઈક ઓછાં વર્ષ, પણ એ રીતે ૩૨ સાગરોપમનું હતું. આયુષ્ય પૂર્ણ થતાં સાતેયનું અવતરણ આ ભરતક્ષેત્રમાં રાજકુળોમાં થાય છે. છ જણ તો રાજા બન્યા છે - એક રાજકુમારી બને છે !
- એક કોશલદેશનો રાજા પ્રતિબુદ્ધ બન્યો.
- બીજો અંગદેશનો રાજા ચંદ્રચ્છાય બન્યો.
- ત્રીજો કુણાલદેશનો રાજા રુપ્પી બન્યો. - ચોથો કાશીદેશનો રાજા શંખ બન્યો.
- પાંચમો કુરુદેશનો રાજા અદીનશત્રુ બન્યો. - છઠ્ઠો પાંચાલદેશનો રાજા જિતશત્રુ બન્યો.
મલ્લિકુમારીનો જન્મ ઃ
મહાબલ મુનિનો આત્મા દેવલોકમાંથી ચ્યવન પામીને મિથિલા નગરીમાં રાજા કુંભની પટરાણી પ્રભાવતીની કુક્ષિમાં આવ્યો. એ સમયે અશ્વિની નક્ષત્ર હતું. રાણી પ્રભાવતી દેવીએ ૧૪ મહાસ્વપ્નો જોયાં. રાણી ગર્ભવતી થઈ. સમય પૂર્ણ થતાં રાણીએ પુત્રીને જન્મ આપ્યો. એનું નામ મલ્લિકુમારી રાખવામાં આવ્યું.
૨૦૧
જ્યારે મલ્લિકુમારી યુવાવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે આ છએ રાજાઓનાં મનમાં કેવાં કેવાં નિમિત્તોથી મલ્લિકુમારી પ્રત્યે અનુરાગ પેદા થાય છે એ મજાની વાત છે. પૂર્વજન્મનો સ્નેહ કોઈ ને કોઈ કારણે - નિમિત્તે ઉદયમાં આવી જ જાય છે.
હવે સાંભળો, પ્રથમ મિત્ર રાજા પ્રતિબુદ્ધ કેવી રીતે મલ્લિકુમારી પ્રત્યે અનુરાગી બની જાય છે.
રાજા પ્રતિબુદ્ધ :
કોશલદેશમાં પ્રતિવર્ષ નાગપૂજાનો મહોત્સવ મનાવવામાં આવે છે. રાજા-રાણી પણ આ મહોત્સવમાં સામેલ થતાં હતાં.
નાગપૂજાનો દિવસ આવ્યો. રાજાની આજ્ઞાથી માળીએ પંચવર્ણનાં પુષ્પોનો સુંદર દડો બનાવ્યો. વિવિધ રંગના સુગંધી પુષ્પોના લતામંડપો બનાવ્યા. રાજસેવકોએ આખા નગરને સ્વચ્છ તોરણમાળાઓથી સજાવ્યું.
રાજા-રાણીએ નાગદેવની પૂજા કરી અને લતામંડપમાં ગયાં. લતામંડપમાં મંત્રીમંડળ પણ ઉપસ્થિત હતું. માળીએ રાજાને પંચવર્ણનાં પુષ્પોનો બનાવેલો દડો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org