________________
૧૭૮
પર્વપ્રવચનમાળા બનાવનાર એ સુભટો જીવમાત્રને અભયદાન આપનાર સાધુ બની ગયા ! કરોડો માનવોનો સંહાર કરીને લોહીની નદીઓ વહેવડાવનાર સુભટો આજ કરુણાની ગંગા વહાવનાર સાધુ બની ગયા!
એ દિવસે સમગ્ર ભારત સ્તબ્ધ હતું. જે દિવસે દ્રાવિડ અને વારિખીલ્ય દશ કરોડ સૈનિકો સાથે સાધુ બની ગયા હતા! કલ્પના કરો એ દિવસની આ ઘટનાના સંદર્ભમાં! આજે આપણે કોઈ કોઈ વાર પ-૨૫ ભાઈ બહેનોને એક સાથે દીક્ષા લેતાં સાંભળીએ છીએ તો પણ આશ્ચર્યથી, અહોભાવથી સ્ક્રય ભરાઈ જાય છે ને ? તો એક સાથે દશ કરોડ લોકોએ દીક્ષા લીધી હશે ત્યારે ભારતની પ્રજાએ કેવાં સંવેદનો અનુભવ્યાં હશે? દશ કરોડ સૈનિકોનું દીક્ષાનું શું કારણ
જો કે તત્કાલીન પ્રજાએ ભગવાન ઋષભદેવનો સમય) સંસારત્યાગના આવા પ્રસંગો જોયા હતા, છતાં પણ એક સાથે દશ કરોડ સૈનિકો સાધુ બને, એ તો તેમને માટે પ્રથમ જ પ્રસંગ હતો.
સૈનિકો સાધુ બન્યા હતા. આશ્ચર્યકારક ઘટના હતી એ. દશ કરોડ શ્રાવકો સાધુ બને એ દુનિયાને મન આશ્ચર્યન હતું. મારે પણ તમને લોકોને એ બતાવવું છે કે દશ કરોડ સૈનિકો સાધુ કેવી રીતે બન્યા! દ્રાવિડ અને વારિખીલ્યને તો ત્યાગની એક વિશિષ્ટ પરંપરા મળી હતી, સુવલ્ગ ઋષિની પ્રેરણા પણ મળી હતી. પરંતુ સૈનિકો સાધુ બન્યા કેવી રીતે?
સભામાંથી સાંભળ્યું છે અનેક વાર પરંતુ વિચાર્યું નથી કદી !
મહારાજશ્રી દ્રાવિડના સૈનિકોનો દ્રાવિડ પ્રત્યે અને વારિખીલ્યના સૈનિકોનો વારિખીલ્ય પ્રત્યે સાચો પ્રેમ હતો. અંતરંગ પ્રીતિ હતી. "આજ દિન સુધી જે માલિકનું અન ખાધુ, માલિકે અમને પાળ્યા-પોષ્યા, હવે માલિક સર્વસ્વ ત્યજીને સાધુ બની જાય... અને અમે સંસારમાં રહીએ? ના, એવું ન બની શકે. અમે માલિક વગર ન રહી શકીએ.” આવું કંઈક વિચાર્યું હશે સૈનિકોએ. સૌથી મોટું તત્ત્વ હતું પ્રેમનું ! જે રીતે વ્યક્તિ વૈરાગ્યથી સાધુ બને છે એ રીતે પ્રેમથી પણ સાધુ બને છે ! પ્રેમ પણ એવો જ ત્યાગ કરાવે છે... જેવો વૈરાગ્ય કરાવે છે !
એ કાળમાં મનુષ્યોનું આયુષ્ય લાખ-કરોડ વર્ષનું રહેતું હતું. સુવલ્લુ ઋષિની પાસે દ્રાવિડ-વારિખીભે લાખો વર્ષ તાપસી દીક્ષામાં વ્યતીત કર્યા. વિદ્યાધર મુનિઓનો સંપર્કઃ
એક દિવસે ત્યાં અચાનક આકાશમાર્ગેથી બે વિદ્યાધર મુનિઓ પધારે છે. નમિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org