________________
કાર્તિક-પૂર્ણિમા પ્રવચન
૧૭૩ સ્વીકાર્યો સંયમ-ધર્મની આરાધના કરીને તેમણે સર્વે કર્મોનો ક્ષય કર્યો. નિવણિ પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ ગયા. દ્રાવિડ રાજા ઈષ્યથી જલે છેઃ
રાજા વારિખીલ્યની જેમ કીર્તિ વધતી જાય છે તેમ, લક્ષ્મી પણ વધતી જાય છે. તે સર્વતોમુખી ઉન્નતિ કરતો જાય છે. સ્વ-દેશમાં અને પરદેશમાં પણ તેની લોકપ્રિયતા વધતી જાય છે.
આ બધું જોઈને રાજા દ્રાવિડ ખુશ થતો નથી, પણ ઈર્ષાથી બળે છે. વારિખીલ્યની પ્રશંસા સાંભળી શકતો નથી. તેના મનમાં વારિખીલ્ય પ્રત્યે અકારણ દ્વેષ પેદા થઈ ગયો. તે વારિખીલ્યની નિંદા કરવા લાગ્યો!
સગા ભાઈની ઈષ! સગા ભાઈની નિંદા ! સંસારમાં આવાં અનેક અનિષ્ટો ભરેલાં છે. એને કારણે તો સંસાર દુઃખમય છે. સંસારમાં ઈષ સુલભ છે, પણ પ્રમોદભાવ દુર્લભ છે. બીજાનાં સુખ, બીજાની ઉન્નતિ, આબાદી જોઈને ખુશી થવું સરળ નથી ! "દુનિયામાં લોકો જેટલી મારી પ્રશંસા કરતા નથી, એટલી વારિખીલ્યની કરે છે ! મારી સમૃદ્ધિ કરતાં એની સમૃદ્ધિ વધારે છે. દ્રાવિડથી આ બધું સહન થતું નથી. બીજું તો તે શું કરી શકે? વારિખીલ્યની નિંદા કરે છે.
વારિખીલ્યના કાને આ વાત પડી ગઈ! "દ્રાવિડ મારી પ્રત્યે ઇર્ષા રાખે છે, મારી નિંદા કરે છે...” વારિખીલ્યના દ્ધયમાં દ્રાવિડ પ્રત્યે રોષ ઉત્પન્ન થઈ ગયો!” કદી દ્રાવિડની નિંદા નથી કરી, તેના કોઈ ગામ કે નગર ઉપર આક્રમણ નથી કર્યું તો પણ તે મારા પ્રત્યે શત્રુતા રાખે છે? તો એને પણ એની મજા ચખાડું.”
વારિખીલે દ્રાવિડની સાથે પ્રચંડ યુદ્ધ કરવાનો નિર્ણય કરી દીધો. પૂરા દ્રવિડદેશ ઉપર વિજય પ્રાપ્ત કરવાની યોજના બનાવી. દશ કરોડ સૈનિકોની વિશાળ સેના તૈયાર કરી.
આ બાજુ દ્રાવિડને ય ખબર પડી ગઈ કે વારિખીલ્ય યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. તેણેય યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી દશ કરોડની સેના એકત્ર કરી દીધી. આખા યા દેશમાં યુદ્ધોન્માદ છવાઈ ગયો. દ્રવિડે વિચાર્યું : "પહેલું આક્રમણ હું જ કરી દઉં. વિજય એને મળે છે કે જે પહેલો પ્રહાર કરે છે.” યુદ્ધનો ઉન્માદઃ
દ્રાવિડ દશ કરોડની સેનાની સાથે ચાલી નીકળ્યો. વારિખીલ્યના ગુપ્તચરોએ તરત જ વારિખીલ્યને સમાચાર આપી દીધા. વારિખીલ્યની સેના તો યુદ્ધ માટે તત્પર હતી જ. રાજયની સીમા પર સેના તૈયાર થઈ ગઈ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org