________________
શ્રી જ્ઞાનપંચમી પ્રવચન
૧૬૭ જ્ઞાન અનંત સૂચનાઓમાં અને ફરમાનોમાં ખોવાઈ ગયું છે. વીસ-વીસ શતાબ્દીઓ પછી પણ આપણે ઈશ્વરથી દૂર સુદુર અને ધૂળની નજીક પહોંચ્યા છીએ.”
ઇલિયટે તો આ મંતવ્ય ૩૫-૩૬ વર્ષ પૂર્વે વ્યક્ત કર્યું છે, પરંતુ ૩૫-૩૬ વર્ષ પછી મનુષ્ય ધૂળની નજીક નહીં, કાદવમાં ગયો છે. જો માણસને બચાવવો હોય, કીચડમાંથી બહાર કાઢવો હોય તો શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવું પડશે. તે પરિવર્તનનો પ્રારંભ ઘેરથી કરવો પડશે. પરંતુ પરિવર્તન કરનારા હિંમતવાન હોવા જોઈએ. કાયર અને ડરપોક માણસો પરિવર્તન ન કરી શકે.
જો તમારે સમાજ અને સંઘમાં સારા માણસો, સારા છોકરાઓ, સારા કાર્યકર્તાઓ, સારાં માતા-પિતા અને સારા સાધુ-સાધ્વી જોઈતાં હોય.. તો સમ્યજ્ઞાન આપનાર સેંકડો-હજારો શાળા-મહાશાળાઓ સ્થાપિત કરવી પડશે.
આપણી જ સંસ્કૃતિ અને આપણા જ સંસ્કારો ત્યાં મળવા જોઈએ. આજે તમે તમારા બાળકોને કોન્વેન્ટ” સ્કૂલોમાં-અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં શા માટે મોકલો છો?
સભામાંથી ત્યાં શિક્ષણનું સ્તર સારું હોય છે, શિસ્તપાલન સારું હોય છે. એટલા માટે મોકલીએ છીએ.
મહારાજશ્રી પરંતુ ત્યાં સંસ્કાર કયા મળે છે તે જાણો છો ? શું ભણાવવામાં આવે છે, શું શીખવવામાં આવે છે તે જાણો છો ? નથી જાણતા ! તમને લોકોને સંસ્કાર અને સંસ્કૃતિથી કોઈ મતલબ જ નથી રહ્યો! બસ, આજ જ્ઞાનપંચમી છે, બે પાંચ રૂપિયાની નોટ જ્ઞાન ઉપર ચડાવીને વાસક્ષેપથી પૂજા કરી લીધી, યા ઉપવાસ કરી લીધો...જ્ઞાનપૂજા ભણાવી લીધી, કામ પતી ગયું! * જીવનમાં અજ્ઞાનતા, અને પૂજા જ્ઞાનની! * પ્રિય છે અજ્ઞાનતા અને પૂજા જ્ઞાનની! * પામવી છે અજ્ઞાનતા અને પૂજા જ્ઞાનની !
કયાં સુધી આમ કરતા રહેશો? યાદ રાખો, આ દંભ તમને સર્વનાશની ગહન ખાઈમાં નાખી દેશે.
મેં એવી અનેક એજ્યુકેશનલ સોસાયટીઓ” જોઈ છે, જેનું સંચાલન "ઇસાઈ મીશનરીજ કરે છે. મુસલમાનો, વહોરાઓ...હિન્દુઓ વગેરે કરતા હોય છે. તેઓ સ્કલો ચલાવે છે. ત્યાં માંસાહારી બાળકો ભણે છે, અને માંસાહાર ન કરનાર બાળકો પણ ભણે છે. ખ્રિસ્તી, મુસલમાન, હિન્દુ, બ્રાહ્મણ, જૈન... બધાં જ બાળકો ભણે છે. એક ટેબલ ઉપર માંસાહારી બાળકો ભોજન કરે છે, તો પાસેના ટેબલ ઉપર માંસાહાર ન કરનારાં બાળકો ભોજન કરે છે. એકબીજાનું ભોજન જુએ છે !
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org