________________
શ્રી જ્ઞાનપંચમી પ્રવચન
૧૬૯
મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષયોપશમ થવો જ જોઈએ. મિથ્યાત્વના ક્ષયોપશમની સાથે કષાયમંદતા થાય જ છે. એ જ કષાયમંદતા ગુણરૂપ છે ! મિથ્યાત્વના ઉદયની સાથે જે કષાયમંદતા થાય છે.એ સૂતેલા સાપ જેવી છે !
જ્ઞાનપંચમીની આરાધનાથી જ્ઞાનાવરણ કર્મની સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, એટલા માટે સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દિન-પ્રતિદિન થોડો સમય જ્ઞાન-પ્રાપ્તિ માટે નિશ્ચિત કરી લેવો જોઈએ. ઓછામાં ઓછું આટલું જ્ઞાન તો પ્રાપ્ત કરી જ લેવું જોઈએ.
---
આવશ્યક ક્રિયાઓનાં સૂત્ર અને અર્થ.
જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત.
પહેલો કર્મગ્રંથ, અર્થ સહિત.
ત્રણ ભાષ્યો (ચૈત્યવંદન, ગુરુવંદન, પચ્ચક્ખાણ) અર્થ સહિત.
જ્ઞાનસાર (અર્થ ચિંતન)
શાન્તસુધારસ (અર્થ ચિંતન)
આ રીતે જ્ઞાનારાધના કરીને આત્મભાવને નિર્મળ કરતા રહો એ જ મંગલ
કામના.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org