________________
શ્ર પર્યુષણા મહાપર્વ પ્રવચન (૩)
પરમકૃપાનિધિ પરમાત્મા તીર્થંકરદેવોએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ધર્મતીર્થની સ્થાપના કરીને જીવોને ધર્મનો માર્ગ બતાવ્યો. “ધર્મથી જ સુખ મળે છે, ધર્મથી શાન્તિ મળે છે. એ વાત મનુષ્યના મનમાં વૃઢ થઈ જવી જોઈએ. ધર્મની ઉપાદેયતા મનમાં ઠસી જતાં ધર્મપુરુષાર્થમાં પ્રગતિ થાય છે. દૈનિક ધર્મકર્તવ્યોનું પાલન થાય છે, પર્વનાં ધર્મકર્તવ્યોનું પાલન થાય છે, અને વાર્ષિક ધર્મકર્તવ્યોનું પાલન થાય છે. .
પર્યુષણા મહાપર્વના પ્રથમ દિવસે દૈનિક ૬ કર્તવ્યો બતાવ્યા, બીજા દિવસે આ મહાપર્વનાં ૫ કર્તવ્યો બતાવવામાં આવ્યાં, અને આજ વાર્ષિક ૧૧ કર્તવ્યો બતાવીશ. આ ૧૧ કર્તવ્યોનું વર્ષમાં ઓછામાં ઓછું એક-એક વાર તો પાલન કરવું જ જોઈએ. એ કર્તવ્યો આ પ્રકારનો છેઃ ૧. સંઘપૂજા.
૭. રાત્રિજાગરણ. ૨. સાધર્મિક ભક્તિ.
૮. શ્રુતભક્તિ ત્રણ યાત્રાઓ.
૯. ઉદ્યાપન ૪. સ્નાત્ર મહોત્સવ.
૧૦. તીર્થ પ્રભાવના દેવદ્રવ્યની વૃદ્ધિ
૧૧. આલોચના ૬. મહાપૂજા. ૧. સંઘપૂજા
પહેલું વાર્ષિક કર્તવ્ય છે સંઘપૂજા, સંઘની પૂજા કરવાની હોય છે. સંઘ પૂજય છે માટે એની પૂજા કરવાની છે. કયો સંઘ પૂજ્ય છે, એ વાત બરાબર સમજી લેજો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંધ’ પૂજનીય છે.
ચતુર્વિધ સંઘમાં શ્રમણોનું પ્રાધાન્ય હોય છે. એટલા માટે સંઘનું નામ “શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ છે. એટલે કે શ્રમણોએ કરેલો શાસ્ત્રાનુસારી નિર્ણય, સંઘનો નિર્ણય માનવામાં આવે છે. શ્રમણોની આજ્ઞા વગર માત્ર શ્રાવક-શ્રાવિકાઓનો નિર્ણય સંઘનો નિર્ણય નથી મનાતો.
શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ જ પૂજનીય તથા વંદનીય છે. એવા સંઘની વર્ષમાં એકવાર-ઓછામાં ઓછી એકવાર પણ પૂજા કરવી જોઈએ, એટલે કે સત્કાર કરવો જોઈએ. - સાધુ-સાધ્વીને ભક્તિભાવથી નિદોષ ભિક્ષા આપવા જાઇએ. વસ્ત્ર-પાત્ર,
ઔષધ, પુસ્તક વગેરે સંયમોપયોગી ઉપકરણો આપવાં જોઈએ. વધારે શક્તિ ન હોય તો મુહપત્તિનું દાન પણ આપવું જોઈએ.
પ.
દવઝબ્બે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org