________________
૧૫૭
શ્રી જ્ઞાનપંચમી પ્રવચન સ્થિતિ અને નાશના માધ્યમથી ચિંતન કરવામાં આવે છે.
એક શબ્દના અનેક અર્થ થાય છે. વ્યુત્પત્તિ અર્થ થાય છે. રૂઢ અર્થ થાય છે...તાત્પયર્થ થાય છે. શાસ્ત્રસાપેક્ષ રહીને અર્થચિંતન કરવું જોઈએ. સંદર્ભ જોઈને અર્થ કરવો જોઈએ...એને “અનુપ્રેક્ષા કહે છે. પ. આ રીતે અનુપ્રેક્ષા કરવાથી જિનવચનોનો યથાર્થ બોધ થાય છે. એવો બોધ પ્રાપ્ત કરીને “ધર્મકથા કરવાની હોય છે. એટલે કે બીજાને તત્ત્વબોધ આપવાનો છે. માત્ર શાસ્ત્રોના શબ્દોનો અર્થ કરવાથી વ્યુત્પત્તિ અર્થ અને રુત્યર્થ) વાસ્તવિક જ્ઞાન નથી થતું. ઉપદેશકને તાત્પર્યાર્થિનો બોધ પણ થવો જોઈએ.
આ રીતે જ્ઞાનોપાસના કરવામાં આવે છે. એમાં આઠ પ્રકારના આચારોનું પાલન કરવાનું હોય છે. કારણ કે આ વ્યાવહારિક જ્ઞાન નથી, મોક્ષમાર્ગ-પ્રકાશક જ્ઞાન છે. દ્રવ્યોપાર્જન કરવાનું જ્ઞાન નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનું જ્ઞાન છે ! માત્ર વિદ્વત્તા પ્રાપ્ત કરવાનું જ્ઞાન નથી. અંતરાત્મદશા પ્રાપ્ત કરવાનું જ્ઞાન છે. એટલા માટે આઠ પ્રકારના જ્ઞાનાચારોનું પાલન કરવું એ ખૂબ જ આવશ્યક માનવામાં આવ્યું છે.
અત્યારે તો હું સંક્ષેપમાં જ જ્ઞાનાચાર બતાવું છું. કારણ કે નિશ્ચિત સમયમર્યાદા હોય છે પ્રવચનની. બીજી ઘણી વાતો કરવાની છે ! આઠ જ્ઞાનાચારઃ ૧. જ્ઞાનારાધનામાં 'કાળ' - સમયનું મહત્ત્વ છે. વર્ષમાં કેટલાક દિવસો એવા આવે
છે કે જેમાં આગમ ગ્રંથોનું અધ્યયન કરવામાં આવતું નથી. પૂર્વધર મહર્ષિ રચિત ગ્રંથોનું અધ્યયન કરવામાં આવતું નથી. એટલે કે નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું નથી અને પ્રાપ્ત જ્ઞાનની પરાવર્તન કરાતી નથી. "કાળ”ની શુદ્ધિ-અશુદ્ધિની દ્રષ્ટિએ આ નિર્ણય કરવામાં આવે છે. એ રીતે એક દિવસમાં પણ ત્રણ સંધ્યાનો સમય સ્વાધ્યાય માટે "અકાલ” બતાવ્યો છે. પૃચ્છના, અનુપ્રેક્ષા અને ધર્મકથા માટે કાલ–અકાલનો નિયમ નથી. ૨. બીજે જ્ઞાનાચાર છે વિનયનો. જ્ઞાનોપાસના કરનારનું વ્યક્તિત્વ વિનયથી અને
નમ્રતાથી સુશોભિત હોવું જોઈએ. વિનયથી ગુરુનું ચિત્ત પ્રસન્ન રહે છે. પ્રસન્ન ચિત્તવાળા ગુરુ શિષ્યને ભરપૂર વાત્સલ્યથી જ્ઞાન આપે છે. શાસ્ત્રોની રહસ્યભૂત વાતો બતાવે છે. અવિનય કરવાથી ગુરુનું મન ઉદાસ થઈ જાય છે.
ઉદાસ મનમાંથી જ્ઞાનની પવિત્ર ધારા પ્રવાહિત નથી થતી. ૩. ત્રીજો જ્ઞાનાચાર છે બહુમાનનો. જ્ઞાનદાતા ગુરુદેવ પ્રત્યે હાર્દિક બહુમાન હોવું
જોઈએ. વિનય બાહ્ય ક્રિયારૂપ છે. બહુમાન આંતરિક ભાવરૂપ છે. ગુરુબહુમાનના ભાવથી "જ્ઞાનાવરણ કર્મ”નો ક્ષયોપશમ થાય છે. એનાથી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org