________________
દીપાલિકા-પ્રવચન (૧)
૧૦૯ હતી. તેમને આ ઘટનાનો ખ્યાલ આવ્યો. તે બંને ઘટનાસ્થળે આવી અને નગરરક્ષકને ભગવાનનો પરિચય કરાવ્યો. ભગવાન અને ગોશાલક મુક્ત થયા.
ભગવાને ત્યાંથી વિહાર કર્યો. અને પૃષ્ઠચંપા પધાર્યા. ચોથું ચાતુમતિ પૃષ્ઠચંપામાં કર્યું. ત્યાં ભગવાને લગાતાર ચાર માસના ઉપવાસ કર્યો. ત્યાં ભગવાન વીરાસન આદિ આસનોમાં ધ્યાન કરતા રહ્યા.
ચાતુર્માસ પછી ભગવાને કયંગલા સન્નિવેશ તરફ વિહાર કર્યો. ત્યાંથી પ્રભુ શ્રાવતિ પહોંચ્યા. શ્રાવતિની બહાર જ ભગવાન ધ્યાનસ્થ થઈ ગયા. ત્યાંથી હલિદુય ગામમાં પધાય. એ નગરની બહાર એક વિશાળ વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે ધ્યાનસ્થ ઊભા રહ્યા. ત્યાં રાત્રે મુસાફરોએ ઠંડીથી બચવા આગ સળગાવી હતી. સવારે આગ હોલવ્યા સિવાય મુસાફરો ચાલ્યા ગયા. આગ તો ફેલાતી ગઈ. જ્યાં ભગવાન ઊભા હતા ત્યાં આગ ફેલાણી- ભગવાનના પગ આગથી દાઝી ગયા.
ત્યાંથી ભગવાન બંગલા ગામ પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં ધ્યાન લગાવ્યું. બંગલાથી આવર્તગામ ગયા. ત્યાં પણ બળદેવના મંદિરમાં ધ્યાનસ્થ થયા. ત્યાંથી ચોરાયસન્નિવેશ પધાર્યા. ત્યાં પણ એકાન્ત સ્થાને ધ્યાન લગાવ્યું. ત્યાંથી ભગવાન કલંબકા-સન્નિવેશ પધાર્યા. ગોશાલક પણ સાથે હતો. ત્યાં “આ ચોરો છે.” એમ સમજીને કાલહસ્તી નામના એ પ્રદેશના અધિકારીએ બંનેને માય. કાલહસ્તીનો ભાઈ મેઘ ભગવાનને ઓળખતો હતો. તેણે ભગવાનની ક્ષમા માગી અને મુક્ત કર્યા.
પછી ભગવાન અનાર્ય દેશમાં ગયા, ત્યાં ભગવાને ખૂબ જ કષ્ટો સહન કર્યા. ત્યાંના લોકો ભગવાનને મારવા અને દાંતોથી બચકાં ભરવા દોડતા હતા. ખૂબ મુશ્કેલીથી લૂખો સૂકો આહાર મળતો હતો. કૂતરાઓ કષ્ટ આપતા હતા. અને કરડવા ઉપર ધસી આવતા હતા. ત્યાંના અનાર્યલોકો ભગવાનને દંડાથી મારતા હતા. આ સર્વ કષ્ટોને ભગવાને શાન્તિ અને સમભાવથી સહન કર્યા.
આ દેશમાં આવીને ભગવાને પાંચમું ચાતુમસ ભદિયા નગરીમાં કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરીને ભગવાન કદલી-સમાગમમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરીને તમ્બાય-સન્નિવેશમાં પધાર્યા. ત્યાંથી કૂપિય-સન્નિવેશમાં પધાર્યા. ત્યાંના લોકોએ ભગવાનને ગુપ્તચર સમજીને પકડયા, અને માર માર્યો, કેદમાં પૂર્યા.
ત્યાં ભગવાન પાર્શ્વનાથની ધર્મશાસનની વિજયા અને પ્રગભા નામની બે સાધ્વીઓ રહેતી હતી. તેમણે જઈને ભગવાનને મુક્ત કરાવ્યા.
ગોશાલક ત્યાં ભગવાનથી અલગ થઈ ગયો. ભગવાન વૈશાલી પધાર્યા. ત્યાં એક લુહારની શાળામાં જઈને ધ્યાનસ્થ બન્યા. લુહાર બીમાર હતો. ૬ માસ પછી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org