________________
૧૩૮
પર્વમ્પ્રવચનમાળા
अहो - वण्णो ! अहो रुवं, अहो अज्जस्स सोमया ।
अहो खंती ! अहो मुत्ति ! अहो भोगे असंगता ।। કેવો વર્ણ છે ! કેવું રૂપ છે ! કેવી સૌમ્યતા છે ! કેવા એ ક્ષમાશીલ છે. કેવા સંતોષી છે. અને કેવી ભોગસુખમાં નિઃસંગતા છે.
શ્રેણિક ઘોડા ઉપરથી નીચે ઊતરીને મુનિચરણોમાં વંદન કરીને મુનિને પ્રદક્ષિણા આપીને વિનયપૂર્વક બેસે છે અને મુનિને પ્રશ્ન પૂછે છે. "સંસાર સુખ ભોગવવાના આ યૌવનકાળમાં આપે શ્રમણ્ય કેમ લીધું?"
મુનિવરે કહ્યું “અહો મિ મહારાય ના મળ્યું ન વિજ્ઞ!"હે મહારાજ! હું અનાથ છું... મારી કોઈ નાથ નથી, એટલા માટે હું શ્રમણ બન્યો છું !”
આ સાંભળીને શ્રેણિક કહે છે: "તમારો નાથ બનીશ. અને તમે સંસારનાં સુખ ભોગવો. !” મુનિરાજે કહ્યુંઃ
“अप्पणा अणाहो संतो कहं मे नाहो भविस्ससि ?" "રાજનું, સ્વયં તું અનાથ છે, તો મારો નાથ કેવી રીતે બનીશ?” બસ, અહીંથી અનાથ મુનિ–જે ભગવાનના શિષ્ય હતા, એવા શ્રેણિકના જીવાત્માની અનાથતા.. અશરણતા બતાવે છે. પોતાનું ગૃહસ્થ જીવન બતાવે છે. રોગની સામે પોતાની અનાથતા બતાવે છે! "હે રાજન! જયારે કોઈ પણ ઉપાયથી મારો રોગ દૂર ન થયો તો મેં સંકલ્પ કર્યો : “જો મારી આ તીવ્ર વેદના મટી જશે તો હું અણગાર - શ્રમણ બની જઈશ.” હું સંકલ્પ કરીને સૂઈ ગયો. મને નિદ્રા આવી ગઈ. બીજે દિવસે મારી સારી ય વેદના ગાયબ થઈ ગઈ ! માતાપિતાની અનુમતિ લઈને હું અણગાર બન્યો. હવે હું સ્વ અને પરનો નાથ બન્યો. યોગક્ષેમ કરનારો બન્યો.
એની પછી અનાથ મુનિ શ્રેણિકને ભાવસાધુ અને દ્રવ્યસાધુનું સ્વરૂપ બતાવે છે. આ અધ્યયનમાં ૬૦ ગાથાઓ છે. ૨૧. સમુદ્રપાલીય
ચંપા નગરીમાં "પાલિત” નામે શ્રાવક હતો. ભગવાન મહાવીરસ્વામીનો તે શિષ્ય હતો. તે જિનશાસનનો જ્ઞાતા-પંડિત હતો. વેપાર માટે તે "પિહુડ” નગરમાં જાય છે. ત્યાં વણિક કન્યાની સાથે પાલિતનાં લગ્ન થાય છે. તે કન્યા એક પુત્રને જન્મ આપે છે. એનું નામ “સમુદ્રપાલ રાખવામાં આવે છે.
સમુદ્રપાલ ૭૨ કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે નીતિમાન અને સ્વરૂપવાન છે. “પિણી' નામે કન્યા સાથે તેનાં લગ્ન થાય છે. એક દિવસ તે રાજમાર્ગ ઉપર એક વધ્ય પુરુષને વધ્યભૂમિ ઉપર લઈ જતો જુએ છે. તે કમની વિડંબણાનું ચિંતન કરે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org