________________
૧૪૭
શ્રી દીપાલિકા-પ્રવચન (૨) - ન કંઈ વેચે છે, ન કંઈ ખરીદે છે. - ભિક્ષાવૃત્તિથી જીવન જીવે છે. - માત્ર સંયમપાલન માટે જ ભોજન કરે છે. - અર્ચના, વંદના, પૂજન, સંપદા, સત્કાર, સન્માન આદિની મનથી ય ઇચ્છા ન
કરવી.
શુક્લધ્યાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ધ્યાન કરવું. • તપશ્ચર્યાનું નિયાણું” ન કરવું. - પરિગ્રહરહિત રહેવું, શરીર શોભા ન કરવી. • મૃત્યુ નજીક આવતાં સંખના કરવી. આ રીતે જીવનમાં સાધુ શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત થાય છે અને
निमम्मो निरहंकारो वीअरागो अणासवो ।
संपत्तो केवलं नाणं सासयं परिणिव्वुए ॥ નિર્મમ, નિરહંકાર, વીતરાગ, કમશ્રિવરહિત, કેવલજ્ઞાની, કર્મમુક્ત થઈને પરિનિવણિ પદને પામે છે. ૩૬. જીવાજીવવિભક્તિઃ - આ અધ્યયનમાં સર્વપ્રથમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના માધ્યમથી અજીવ
તત્ત્વની પ્રરૂપણા કરી છે. - તેની પછી જીવ તત્ત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. • અજીવ તત્ત્વના વિવેચનમાં ૧. સ્કંધ, ૨. દેશ, ૩. પ્રદેશ અને ૪. પરમાણુના
વિષયમાં વિશદ બોધ કરાવ્યો છે. - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી પરિણમિત સ્કંધાદિના પ્રકાર (ભેદ) બતાવ્યા છે. - સંસ્થાન (આકાર)થી પરિણમિત સ્કંધાદિના પ્રકારો પણ બતાવ્યા છે. - જીવ તત્ત્વ વિસ્તારથી બતાવ્યા પછી દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખનાનું
સંક્ષિપ્ત સ્વરૂપ બતાવ્યું છે. - તત્પશ્ચાત્ કંદર્પભાવના, અભિયોગ્ય ભાવના, કિલ્વેિષભાવના, મોહભાવના
અને આસુરીભાવના - આ પાંચ ભાવનાઓને દુર્ગતિના હેતુરૂપ બતાવવામાં આવી છે. ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. આ અધ્યયનમાં ૨૬૬ ગાથાઓ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org