________________
૧૫૪
પર્વ-પ્રવચનમાળા
૩. શરીર સ્વસ્થ છે, બુદ્ધિ પણ સારી છે, પરંતુ વિનય' ન હોય તો સમ્યજ્ઞાન ન પામી શકો. જેમ ધર્મનું મૂળ વિનય છે, તે રીતે જ્ઞાનનું મૂળ પણ વિનય છે. જે ગુરુદેવ પાસેથી જ્ઞાન પામવાનું હોય તેમની સાથે વિનયપૂર્વકનો વ્યવહાર રાખવો જોઈએ. માતા-પિતા વગેરેનો વિનય તો રાખવો જ જોઈએ.
અવિનીત-ઉદ્ધત મનુષ્ય જ્ઞાનપ્રાપ્તિ કરી શકતો નથી. બળનું અભિમાન અને બુદ્ધિનું અભિમાન મનુષ્યને અવિનીત બનાવી જ દે છે. એવો મનુષ્ય જ્ઞાની ન બની શકે. અવિનયના અનેક પ્રકારો હોય છે. એ તમામ પ્રકારોનો ત્યાગ કરીને વિનીત બનીને જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ.
૪. શરીર નીરોગી છે, બુદ્ધિ સારી છે અને વિનય ગુણ પણ હોય, પરંતુ જ્ઞાનપ્રાપ્તિનો ઉત્સાહ ન હોય તો તમે જ્ઞાનપ્રાપ્ત કરી ન શકો. જ્ઞાનપ્રાપ્તિનો ઉત્સાહ જોઈએ અને ઉદ્યમ પણ જોઈએ. ઉત્સાહ હશે તો ઉદ્યમ હશે જ. જેઓ પ્રમાદી હોય છે, આળસુ હોય છે તેઓ કદી જ્ઞાની નથી બની શકતા. જ્ઞાન પામવા માટે અને તેને સ્મૃતિમાં રાખવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. પ્રમાદી માણસ જ્ઞાન પામવા માટે ઉત્સાહી નથી હોતો અને પ્રાપ્ત જ્ઞાનને યાદ રાખવા માટે જાગૃત પણ નથી હોતો. આવી વ્યક્તિને ગુરુ જ્ઞાન આપતા પણ નથી.
જ્ઞાન પામવું હોય તો ઉત્સાહ અને ઉદ્યમ ટકાવી રાખો.
૫. પાંચમી વાત જોઈએ શાસ્ત્રરાગની ! મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રો પ્રત્યે, ગ્રંથો પ્રત્યે તમને શ્રદ્ધા હોવી જોઈએ, પ્રીતિ હોવી જોઈએ. શાસ્ત્રોને આપણું ‘ત્રીજું નેત્ર’ સમજવું જોઈએ. “શાસ્ત્રોથી જ મોક્ષમાર્ગનું જ્ઞાન, હેય-ઉપાદેયનું જ્ઞાન, પુણ્યપાપનું જ્ઞાન થઈ શકે છે.' એવી હાર્દિક શ્રદ્ધા રાખવી જોઈએ.
શાસ્ત્રરાગથી જ્ઞાનપ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનો ક્ષયોપશમ થાય છે. એટલે કે બુદ્ધિ વધારે નિર્મળ અને તેજસ્વી બને છે.
૬. માની લીધું કે તમે શાસ્ત્રરાગી છો, ઉદ્યમશીલ છો, વિનીત છો, બુદ્ધિશાળી છો અને નીરોગી છો. પરંતુ જ્ઞાનદાતા ગુરુનો સંયોગ જ ન હોય, તો તમે કેવી રીતે જ્ઞાનપ્રાપ્તિ કરશો ? એટલા માટે જ્ઞાનપ્રાપ્તિમાં જ્ઞાનદાતા ગુરુનો સંયોગ મળવો પરમ આવશ્યક છે.
સભામાંથી : ગુરુનો સંયોગ તો મળે છે પરંતુ જ્ઞાનદાતા ગુરુનો સંયોગ કોઈક કોઈક વાર જ મળે છે.
મહારાજશ્રી અને જયારે આવો સંયોગ મળતો હશે ત્યારે તમે લાભ લેતા હશો
ને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org