________________
શ્રી દીપાલિકા પ્રવચન (૨)
૧૩૯ છે, વિરક્ત થાય છે અને દીક્ષા લે છે.
૧૦ ગાથાઓમાં આટલો પ્રસંગ બતાવ્યો છે. પછી ૧૧ થી ૨૪ ગાથાઓ સુધી સમુદ્રપાલ કેવું શ્રેષ્ઠ ચરિત્રપાલન કરે છે, એ વાત ઉપદેશાત્મક શૈલીમાં બતાવી છે. આ અધ્યયનમાં ૨૪ ગાથાઓ છે. ૨૨. રથનેમિક
શૌર્યપુરમાં રાજા સમુદ્રવિજય અને રાણી શિખાના પુત્ર હતા અરિષ્ટનેમિ. રાજા ઉગ્રસેનની પુત્રી રામતી સાથે અરિષ્ટનેમિના વિવાહ નિશ્ચત થાય છે.
જાન જયારે લગ્નમંડપની પાસે પહોંચે છે ત્યારે ત્યાં વાડામાં સેંકડો પશુઓને નેમિકુમાર જુએ છે. પશુઓ ત્રસ્ત, ભયગ્રસ્ત છે. ખબર પડીને પશુઓ માંસાહાર માટે લાવવામાં આવ્યાં છે. સારથિ દ્વારા તે પશુઓને નેમિકુમાર મુક્ત કરાવે છે. સારથિને નેમિકુમાર પોતાનાં તમામ આભૂષણો ભેટ આપે છે અને પાછા ફરી જાય
- એક વર્ષ સુધી વર્ષીદાન આપીને તેઓ અણગાર બને છે. - રાજીમતી પણ સાધ્વી બની જાય છે.
- એકવાર ભગવાન નેમનાથને વંદન કરવા સાધ્વી રાજીમતી ગિરનાર પર્વત ઉપર જાય છે. રસ્તામાં વર્ષો થતાં એક ગુફામાં પ્રવેશ કરે છે. ભીનાં કપડાં ઉતારીને શિલાઓ ઉપર મૂકે છે.
એલન કરે છે. - આઠ મદોનો ત્યાગ કરે છે. બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ તેનું પાલન કરે છે. ક્ષમાદિ દશવિધ સાધુધર્મનું પાલન કરે છે. - શ્રાવકની ૧૧ પ્ર તમાં, સાધુની ૧૨ પ્રતિમામાં
રાજીમતી ચેતી જાય છે. ગાથા ૩૯ થી ૪૫ સુધી બંનેનો વાર્તાલાપ બતાવ્યો છે. રાજીમતી જ્ઞાનપૂર્ણ વચનોથી રથનેમિને નિર્વિકારી બનાવે છે.
ઉગ્ર તપ કરીને બંને કેવળજ્ઞાની બને છે. અને મોક્ષે જાય છે. ૪૯ ગાથાઓનું આ અધ્યયન છે. ૨૩. કેશી – ગૌતમીયઃ
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે સમયે ધર્મ-પ્રવર્તન કર્યું હતું તે સમયે ભગવાન પાર્શ્વનાથના ધર્મશાસનનાં સાધુ-સાધ્વી મગધમાં વિચરતાં હતાં.
શ્રી પાર્શ્વનાથના ધર્મશાસનના ચારિત્રવંત કેશીકુમાર કે જેઓ અવધિજ્ઞાની હતા, તેઓ શ્રાવસ્તીનગરીમાં તિંદુકવનમાં પધાર્યા હતા. અનેક શિષ્યોની સાથે ત્યાં બિરાજમાન હતા. તે સમયે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org