________________
શ્રી દીપાલિકા-પ્રવચન (૨)
૧૨૭ જીવની અશરણતા કેવી છે એ સમજાવ્યું છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત ન બનતાં, ક્રોધ અને માનને છોડીને નિરંતર ધર્મપુરુષાર્થ કરતા રહેવાનો ઉપદેશ આપ્યો છે.
અપૂરવલ્લી ૩ વર અપમત્તો ! “આત્માની રક્ષા કરતાં અપ્રમત્ત બની ચાલ્યા કરો.” આત્માની દુર્ગતિ ન થાય, એ વાતની સાવધાની રાખીને જીવનયાત્રા કરવાની વાત કરી છે. સ્વજન, ધન, અને પરિજનો ઉપર વિશ્વાસ ન કરવાનું કહ્યું છે. કારણ કે મૃત્યુ અને દુર્ગતિથી એ સ્વજન અને ધન વગેરે આત્માને બચાવી શકશે નહીં.
પ્રમાદનો ત્યાગ કરી અપ્રમત્ત બની, જીવનનિરપેક્ષ થઈને કર્મક્ષય કરવાની પ્રેરણા આપવામાં આવી છે આ ૧૩ ગાથાઓનાં અધ્યયનમાં. ૫. અકામ મરણીયઃ
પ્રમાદીનું અકાળ મરણ થાય છે. અપ્રમાદીનું સકામ મૃત્યુ થાય છે ! વિવેકહીન બાલજીવ - અજ્ઞાનીજીવ પુનઃ પુનઃ અકામ મૃત્યુનો શિકાર બને છે, જ્યારે પંડિતચારિત્રવાન પુરુષોનું સકામ મૃત્યુ વધારેમાં વધારે આઠ વાર થાય છે.
બાલ જીવોની પરિભાષા-વ્યાખ્યા કરતાં ભગવાને કહ્યું છે. જે જીવ કામાસક્ત છે, કૂર કર્મ કરનાર છે, કામભોગોમાં આસક્ત છે, અસત્યભાષી છે, હિંસા કરે છે, માયા આચરે છે. માંસભક્ષી છે. શરાબી છે એ બાલ જીવ છે.”
આવા જીવો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં દુઃખી થાય છે. નરકગતિ અને તિર્યંચગતિનાં દુઃખ પામે છે.
પંડિત જીવોની પરિભાષા કરતાં ભગવાને કહ્યું છે : “જે પુણ્યશાલી છે, ચારિત્રધારી છે, અને ઇન્દ્રિય વિજેતા છે, તે પંડિત છે. આવા જીવ સાધુ પણ હોઈ શકે છે અને ગૃહસ્થ પણ હોઈ શકે છે. આવા જીવ ત્રણ પ્રકારનાં અનશનમાંથી કોઈ પણ એક અનશનનો સ્વીકાર કરીને મૃત્યુ પામે છે.
૩૨ ગાથાઓનું આ અધ્યયન ગહન મનોમંથન કરવા પ્રેરે છે. ૬. કુલ્લક નિગ્રન્થીય ?
અજ્ઞાન અને અનાચારના કટુ પરિણામો બતાવીને સમ્યજ્ઞાન અને શુદ્ધ આચાર પામવાનું ર્દયસ્પર્શી ઉર્બોધન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે.
ગપ્પા સંગ્વસિષ્ણા પિત્તિ મુકું પૂ, I ‘તત્ત્વજ્ઞાની પુરુષે સ્વયં સંયમ ધારણ કરવું અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી ધારણ કરવી.”
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org