________________
૧૦૮
પૂર્વ-પ્રવચનમાળા
શિવનું ચિત્ર લઈને ભિક્ષા માગતો હતો. ગોશાલની માતાનું નામ ‘ભદ્રા’ હતું. ગોશાલનો જન્મ ગૌશાળામાં થયો હતો તેથી તેનું નામ ‘ગોશાલક' રાખવામાં આવ્યું હતું. નાની ઉંમરમાં જ તે ઉદ્ધત હતો. માતાપિતાથી અલગ થઈ ગયો હતો. અને તે સાધુના વેશમાં ફરતો રહેતો હતો.
ભગવાનને એક મહિનાના ઉપવાસ હતા. તેનાં પારણાં વિજય શેઠે કરાવ્યાં. એ સમયે પાંચ દિવ્ય પ્રકટ થયાં. દેવોએ આકાશમાંથી સુગંધિત જળ વરસાવ્યું. પુષ્પવૃષ્ટિ કરી, સુવર્ણમુદ્રાઓની વૃષ્ટિ કરી. દુભિ-નાદ કર્યો અને ‘અહો દાનમ્ અહો દાનમ્' નો ધ્વનિ કર્યો.
આ પણ એક નિયમ છે. તીર્થંકર જ્યારે પારણાં કરે છે ત્યારે એ પાંચ દિવ્ય પ્રકટ થાય છે.
ગોશાલકે આ જોયું. ‘આ પ્રભાવશાળી તપસ્વી છે; હું એનો શિષ્ય થઈ જાઉં. તેણે ભગવાનને કહ્યું ઃ ‘ભગવન્, મને આપનો શિષ્ય બનાવો.' ભગવાને કોઈ જવાબ ન આપ્યો. તેઓ બીજુ માસક્ષમણ કરીને ધ્યાનસ્થ થઈ ગયા.
બીજા માસક્ષમણનાં પારણાં આનંદ શ્રમણે કરાવ્યાં. ત્રીજા માસક્ષમણનાં પારણાં સુંદર શ્રાવકે કરાવ્યાં.
ચાતુર્માસ સમાપ્ત થતાં ભગવાને નાલંદાથી વિહાર કર્યો. તેઓ કોલ્લાગ સન્નિવેશમાં ગયા. ત્યાં પ્રભુએ ચોથા માસક્ષમણનાં પારણાં બહુલ બ્રાહ્મણને ત્યાં કર્યાં. ગોશાલક પણ ભગવાનને શોધતો ત્યાં પહોંચ્યો અને ૬ માસ સુધી ભગવાનની સાથે રહ્યો.
કોલ્લાગ-સન્નિવેશથી ભગવાને સુવર્ણખલ તરફ વિહાર કર્યો. તે પછી ભગવાન બ્રાહ્મણગામ પધાર્યા. ત્યાંથી ચંપા નગરી જઈને ત્રીજુ ચાતુર્પાસ કર્યું. ભગવાને ત્યાં ‘ઉત્કૃટુક’ આદિ વિવિધ આસનો દ્વારા ધ્યાન કરીને ચાતુર્માસ વ્યતીત કર્યું.
ચંપાથી ભગવાન ‘કાલાયસન્નિવેશ’ તરફ પધાર્યા. ત્યાં એક ખંડેરમાં ધ્યાનસ્થ થઈ ગયા. બીજે દિવસે ભગવાન ‘પત્તકાલય' નામના ગામે ગયા. ત્યાં રાત્રે ભગવાન ધ્યાનારુઢ થઈ ગયા.
ત્યાંથી ભગવાન કુમાર-સન્નિવેશમાં પધાર્યા- ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાર્યોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. ત્યાંથી વિહાર કરીને ભગવાન ચોરાકસન્નિવેશમાં ગયા. ત્યાં ચોરોનો ભય હોવાથી નગરરક્ષકો ખૂબ સતર્ક રહેતા હતા. નગ૨૨ક્ષકે ભગવાનનો પરિચય પૂછ્યો. ભગવાન મૌન રહ્યા. નગરરક્ષકે ભગવાનને ‘ગુપ્તચર’ સમજીને પકડી લીધા. ગોશાલકને પણ પકડી લીધો. બંનેને ખૂબ સતાવ્યા. એ ગામમાં સોમા અને જયન્તી નામની બે પરિવાજિકાઓ રહેતી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org