________________
૧૦૪
પર્વ-પ્રવચનમાળા લગાડીને બોલ્યાઃ “મારા પ્રિય ભાઈ, હજુ તો માતા-પિતાના મૃત્યુનો આઘાત તાજો જ છે. તેમના વિરહથી ધ્રય વ્યથિત છે, ત્યાં તું ગૃહવાસ છોડીને જવાની વાત કરે છે? ના, હું અનુમતિ નહીં આપું.” - વર્ધમાનકુમાર નંદિવર્ધનના આગ્રહથી બે વર્ષ સંસારમાં વધુ રહ્યા, પરંતુ એક વિરક્ત યોગીની જેમ ! ભાવ સાધુની જેમ ! ૩૦ વર્ષની ઉંમર થતાં તેમણે ગૃહવાસ ત્યજી દીધો.
અહીં એક બીજો શાશ્વત્ નિયમ બતાવું છું. તીર્થકરને જ્યારે સંસારત્યાગ કરવાનો હોય છે ત્યારે તેની એક વર્ષ પહેલાં લોકાંતિક' નામના દેવ (તેઓ ૯ હોય છે) તીર્થંકરની પાસે આવીને વિનંતી કરે છે, કે મવયં ! તિર્થં વિહિ | હે, ભગવંત! ધર્મતીર્થની પ્રવર્તના કરો.”
પછી તીર્થકર એક વર્ષ સુધી દાન આપે છે. સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી દાન આપે છે. દેવલોકના દેવ, ધનસંપત્તિ લાવીને ભંડારો ભરી દે છે. ભરતા રહે છે. તીર્થંકર દાન કરતા રહે છે. આ નિયમ બધા તીર્થંકરો માટે હોય છે. એક દિવસમાં એક કરોડ, આઠ લાખ સુવર્ણમુદ્રાઓનું દાન આપે છે. દીક્ષા કલ્યાણકઃ
માગશર શુક્લા દશમીનો દિન હતો. રાજા નંદિવર્ધને દીક્ષામહોત્સવ આયોજિત કયો હતો. દેવોએ એ મહોત્સવમાં સંમિલિત થઈને મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવ્યો હતો.
વર્ધમાનકુમારને સ્નાન કરાવવામાં આવ્યું. સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરાવ્યાં. “ચંદ્રપ્રભા' નામની સુંદર શિબિકામાં બિરાજિત કર્યા. ક્ષત્રિયકુંડ નગરની બહારના જ્ઞાતખંડવનમાં શોભાયાત્રા પહોંચી. લાખો સ્ત્રી-પુરુષો અને કરોડો દેવોની ઉપસ્થિતિમાં અનંત સિદ્ધ ભગવંતોની સાક્ષીમાં વર્ધમાનકુમારે ચારિત્રધર્મ સ્વીકારી લીધો. તે સમયે તેમને “મન પર્યવજ્ઞાન પ્રકટ્યું.
અન્ય એક શાશ્વતુ નિયમ સાંભળી લો ! તીર્થકર જ્યારે ગૃહવાસ ત્યજીને અણગાર બને છે તે સમયે તેમને “મન પર્વવજ્ઞાન થાય છે.
ભગવાને એ સમયે એક વૃઢ સંકલ્પ કર્યો.
૧૨ વર્ષ સુધી, જ્યાં સુધી મને કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી હું આ શરીરની સેવા-શુશ્રુષા નહીં કરું. દેવ, મનુષ્ય અને તીર્થંચ (પશુ-પક્ષી) તરફથી જે કોઈ ઉપસર્ગો આવશે તે બધાને સમભાવથી સહન કરીશ. અને મનમાં કિંચિત માત્ર પણ ઉગ આવવા નહીં દઉં.”
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org