________________
શ્રુતભક્તિ કરવી જોઈએ. ૯. ઉદ્યાપન :
નવમું વાર્ષિક કર્તવ્ય છે ઉઘાપનાનું. ઉઘાપનાને ‘ઉજમણું' પણ કહેવાય છે. આ કર્તવ્ય ખાસ કરીને તપસ્વી સ્ત્રીપુરુષો માટે છે. તપશ્ચર્યા પૂર્ણ થતાં પૂર્ણાહુતિના આનંદને વ્યક્ત ક૨વો, ખુશી મનાવવી એને ઉઘાપન કહે છે.
પર્વ-પ્રવચનમાળા
ઉદ્યાપનમાં જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં ઉપકરણો સમર્પિત કરવામાં આવે છે. મંદિર માટે ઉપયોગી સામગ્રી, સાધુ-સાધ્વીને ઉપયોગી ઉપકરણો અને શાસ્ત્ર, પુસ્તક, પેન-પેન્સિલ, નોટ બુક્સ વગેરે સમર્પિત કરવામાં આવે છે.
જ્ઞાનપંચમી તપ, મૌન એકાદશી તપ, રોહિણી તપ...વગેરે પૂર્ણ થતાં પોતપોતાની શક્તિ અનુસાર દ્રવ્યવ્યય કરીને ઉઘાપન કરવું જોઈએ, જો તમે એકલા ઉઘાપન ન કરી શકો તો જ્યારે સંઘ તરફથી સામુદાયિક રૂપથી ઉઘાપન થતું હોય ત્યારે યથાશક્તિ યોગદાન આપીને લાભ લેવો જોઈએ.
ઉઘાપનની સાથે સાથે અષ્ટાહ્નિકા મહોત્સવનું પણ આયોજન થઈ શકે છે. તપશ્ચર્યા પૂર્ણ થયા પછી તે તપશ્ચર્યાની જેટલી અનુમોદના તપસ્વીના મનમાં ચાલતી રહે છે એટલો નિકાચિત પુણ્યકર્મનો બંધ થતો રહે છે. ઉઘાપન તપશ્ચયની અનુમોદનાનું જ એક કાર્ય છે.
તપશ્ચર્યા કરતાં પહેલાં ‘હું તપશ્ચર્યા કરીશ.’ એ વાતનો આનંદ હોવો જોઈએ. તપશ્ચર્યાં કરતી વખતે આનંદ હોવો જોઈએ અને તપશ્ચર્યા પૂર્ણ થતાં પણ આનંદ થવો જોઈએ.
કોઈપણ શુભ કાર્ય કરવામાં આ ખ્યાલ રાખવો જોઈએ. શુભ કાર્ય કરવામાં કોઈ વાર બે-પાંચ હજાર વધારે ખર્ચ થઈ શકે છે. એ સમયે મનમાં ખેદ ન થવો જોઈએ. અફસોસ ન થવો જોઈએ.
૧૦. તીર્થ પ્રભાવના
આ દશમું વાર્ષિક કર્તવ્ય છે, તીર્થ પ્રભાવનાનું. તીર્થ એટલે કે જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. બીજા અજૈન લોકોના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે સદ્ભાવ પેદા થાય, એવાં કાર્યો કરવાં જોઈએ. બીજા લોકોના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ પેદા થતાં તે લોકો સન્માર્ગને, મોક્ષમાર્ગ અને પરમ શાન્તિ પામવા અગ્રસર થઈ શકશે.
જિનશાસનની પ્રભાવના શ્રીમંત લોકો જ કરી શકે છે. પરંતુ જેવા તેવા શ્રીમંતો નહીં, કરુણાવંત અને સદ્યવહારી શ્રીમંતો જિનશાસનની પ્રભાવના કરી શકે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org