________________
શ્રી હીરવિજયસૂરિ - સ્વગરિોહણ -દિન અસાધારણ ઉપકાર કર્યો હતો. બાદશાહને પ્રેરણા આપીને તત્કાલીન ભારતમાં અહિંસા ધર્મનો કેટલો સરસ પ્રસાર કર્યો હતો ! લાખો-કરોડો પશુ-પક્ષીઓને અભયદાન આપીને પોતાના આત્માનું તો કલ્યાણ કર્યું જ હતું, પણ અન્ય આત્માઓને પણ સુખ-શાન્તિ અને જીવન પ્રદાન કર્યું હતું.
એ મહાપુરુષની પછી આજ દિન સુધી કોઈ પણ સાધુએ, આચાર્યો યા ગૃહસ્થ એવો અહિંસા ધર્મનો પ્રચાર કર્યો નથી. આજે તો દેશમાં હિંસાનું તાંડવનૃત્ય થઈ રહ્યું છે. દેશની સરકાર જ અનેક કતલખાના ચલાવી રહી છે. યાંત્રિક
સ્લોટરહાઉસ' ચાલી રહ્યાં છે. જેમાં દરરોજ લાખોની સંખ્યામાં જીવોની કતલ થાય છે. ન કોઈ સરકારને દયા ધર્મ સમજાવી શકે છે, ન કોઈ અનાથ પશુ-પક્ષીઓની રક્ષા કરવામાં સમર્થ છે. કોઈ કોઈ વાર આપણી આ અશક્તિ ઉપર, નિર્બળતા ઉપર...કમજોરી ઉપર રોષ આવે છે તો કોઈ વાર આંસુ પણ વહે છે!
ખેર, જિનશાસન છે, આર્યદેશ છે, આશા રાખીએ કે કોઈ એવો મહાપુરુષ પેદા થશે કે જે બીજો હીરવિજયસૂરિ હશે અને આ ઘોર હિંસા દૂર કરશે. દયાધર્મનો. દેશવ્યાપી પ્રચાર-પ્રસાર કરીને ભારતની પ્રજાને અહિંસામય જીવન જીવવા પ્રેરિત કરે.
આજના દિવસે બની શકે તેટલા જીવોને અભયદાન આપો. અને એ રીતે આ મહાપુરુષને શ્રદ્ધાંજલિ અર્પિત કરો.
એ જ મંગલ કામના.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org