________________
૧૦
પર્વ-પ્રવચનમાળા
૭. સૂય
૮. ધ્વજ. ૯. પૂર્ણકુંભ.
૧૦. સરોવર. ૧૧. સાગર.
૧૨. વિમાન, ૧૩. રત્નરાશિ. ૧૪. અગ્નિ પ્રત્યેક તીર્થંકરની માતા આ પ્રકારે ૧૪ સ્વપ્નો જુએ છે. એ રીતે ચક્રવર્તીની માતા પણ સ્વપ્ન જુએ છે. પરંતુ એ ઝાંખા-નિસ્તેજ જુએ છે.
દેવાનંદા સ્વપ્ન જોઈને જાગૃત થઈ જાય છે. ફરીથી સૂતી નથી. સારાં સ્વપ્ન જોઈને સૂવું ન જોઈએ. અન્યથા સ્વપ્નફળ નષ્ટ થઈ જાય છે. ખરાબ સ્વપ્ન જોઈને સૂઈ જવું જોઈએ. જેથી તે સ્વપ્ન ફળદાયી ન બની શકે.
દેવાનંદા પ્રાતઃકાળે પોતાનાં સ્વપ્નો ઋષભદત્તને કહે છે. ઋષભદત્ત એ સ્વપ્નોનું ફળ બતાવે છે. દેવાનંદાહર્ષવિભોર બની જાય છે. પરંતુ તેનો હર્ષક્ષણિક સિદ્ધ થાય છે. ભગવાનનો આત્મા ૮૨ દિવસ જ દેવાનંદાના પેટમાં રહે છે તે પછી ઇન્દ્ર તેના સેનાપતિ દ્વારા ગર્ભપરિવર્તન કરાવ્યું. એટલે કે દેવાનંદાનો ગર્ભ ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાના પેટમાં સંક્રમિત કરવામાં આવ્યો અને ત્રિશલાનો પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાના પેટમાં સંક્રમિત કરી દેવામાં આવ્યો.
સભામાંથીઃ ઈન્દ્ર એવું શા માટે કર્યું?
મહારાજશ્રી કારણ કે એવો શાશ્વત્ નિયમ છે કે તીર્થંકરનો જન્મ ક્ષત્રિયાણીના પેટે જ થાય છે. ક્ષત્રિયાણીના ઉદરથી જ થાય છે. આ શાશ્વત્ નિયમ છે. એ અંગે તર્કવિતર્ક કરવા વ્યર્થ છે. જ્યારે ભગવાન ત્રિશલા રાણીના પેટમાં સંક્રમિત થયા ત્યારે બે ઘટનાઓ બની. દેવાનંદાને સ્વપ્નોના અપહરણનું સ્વપ્ન આવ્યું. અને ત્રિશલાને નવાં જ ચૌદ સ્વપ્ન આવ્યા.
ત્રિશલા રાણી તેનાં સ્વપ્ન રાજા સિદ્ધાર્થને જણાવે છે. રાજા સિદ્ધાર્થ પોતાના જ્ઞાનને અનુરૂપ ફલાદેશ કરે છે. પાછળથી સ્વપ્ન શાસ્ત્રના પંડિતોને બોલાવીને તેમની પાસે ફલાદેશ કરાવે છે. પંડિતોએ કહ્યું: ‘તમારો પુત્ર યા તો ચક્રવર્તી રાજા થશે, અથવા તીર્થંકર થશે.”
રાણી ત્રિશલા ખૂબ સાવધાનીપૂર્વક ગર્ભનું પાલન કરતી હતી. ખાવામાં, બેસવામાં, ઊઠવામાં, બોલવામાં...દરેક ક્રિયામાં સંયમ અને સાવધાનીથી વર્તતી હતી. કારણ કે તે જાણતી હતી કે મારા મનના વિચારોનો મારી વાણીનો અને મારી પ્રત્યેક ક્રિયાનો પ્રભાવ મારા ગર્ભ ઉપર પડે છે. એટલા માટે મારે મન-વચન-કાયાથી શુભ, સુંદર અને શ્રેષ્ઠ પ્રવૃત્તિ જ કરવી જોઈએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org