________________
૯૪
પર્વ-પ્રવચનમાળા જિનશાસનની પ્રભાવના-રક્ષા કરજો.’
સૌની ક્ષમાપના કરતાં કહ્યું: “મને લાગે છે કે હવે મારું આયુષ્ય સમાપ્ત થવા આવ્યું છે. હું તમને સૌને ખમાવું છું. તમે સૌ મને ક્ષમા કરજો. કોઈના પ્રત્યે મારા મનમાં દ્વેષ નથી, વેર નથી. મિચ્છામિ દુક્કડમ્...
મિચ્છામિ દુક્કડમ્...
મિચ્છામિ દુક્કડમ્....'
સર્વ ઉપસ્થિત મુનિરાજાએ પણ અવરુદ્ધ કઠે ક્ષમાયાચના કરી. રાતભર સર્વ મુનિરાજો આચાર્યદિવની સેવામાં બેસી રહ્યા, અને અંતિમ આરાધના કરાવતા રહ્યા.
ભાદરવા સુદ અગિયારસને દિવસે પ્રાતઃકાળથી સંઘનાં સેંકડો સ્ત્રી-પુરુષો ઉપાશ્રયમાં આવવા જવા લાગ્યાં. આસપાસના ગામોમાંથી પણ લોકો આવવા લાગ્યા. આચાર્યદવે ઔષધનો ત્યાગ કરી દીધો હતો. તેઓ ધર્મધ્યાનમાં નિમગ્ન હતા.
સૂર્યાસ્ત થઈ ગયો. સાધુઓએ ગુરુદેવને પ્રતિક્રમણ કરાવ્યું. પ્રતિક્રમણ શાન્તિથી થઈ ગયું. શ્રી નવકારમંત્રનો જાપ શરૂ થઈ ગયો. અને આચાર્યદિવના આત્માએ પરમ શાન્તિ તરફ પ્રયાણ શરૂ કર્યું. પ્રાણોએ પાર્થિવ દેહ ત્યજી દીધો.
હજારો લોકો આક્રંદ કરવા લાગ્યા. સાધુઓ પણ ગુરુપ્રેમથી વ્યથિત હતા. તેઓ પણ રડી પડયા. છેવટે તો પ્રેમ સૌને રડાવે છે. ભગવાન મહાવીરનું નિવણિ થતાં કયો ભક્ત, કયો પ્રેમી રડ્યો ન હતો? ગૌતમ સ્વામી જેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષ પણ બાળકની જેમ રડી પડ્યા હતા ને!
બીજે દિવસે ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી ગામની બહાર આમ્રવનમાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. એ સમયના મહાકવિ ઋષભદાસે લખ્યું છે કે આમ્રવનની પાસેના ખેતરમાં એક નાગર વણિક સૂતો હતો. તેણે અગ્નિસંસ્કારની જગા ઉપર રાત્રિના સમયે દૈવી નાટારંભ જોયો હતો. તેરસના દિવસે પ્રભાતે જ્યારે લોકો અગ્નિસંસ્કારની જગાએ ગયા તો તેમણે આપ્રવનના વૃક્ષો ઉપર આમ્રફળ-કેરીઓ) જોયાં. કેટલાંક વૃક્ષો ઉપર પાકેલાં ફળ હતાં, કેટલાંક ઉપર કાચાં ફળ હતાં. જે વૃક્ષોને ફળ આવતાં ન હતાં, તેમના ઉપર પણ ફળ બેઠાં હતો.
એમાંથી કેટલાંક આમ્રફળ બાદશાહ અકબર તેમજ અબુલફજલને મોકલાવ્યાં હતાં. ઉપસંહાર:
આચાર્યદિવનું જીવનચરિત્ર તો રોમહર્ષક છે જ, તેમનાં જીવન-કાય પણ અપૂર્વ અને અભુત છે. મુસલમાન બાદશાહના હૃદયમાં દયાધર્મની પ્રતિષ્ઠા કરીને તેમણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org