________________
૮૬
પર્વ-પ્રવચનમાળા આચાર્યદિવના પટ્ટધર શ્રી સેનસૂરીશ્વરજી સાથે હતા. શ્રી સેનસૂરીશ્વરજીને ગુજરાતમાં રાખવાનો નિર્ણય કરવામાં આવતાં તેઓ વડાવલીથી વિહાર કરીને પાટણ પધારી ગયા. દિલ્હી તરફ પ્રયાણ:
આચાયદિને તેમના વિદ્વાન શિષ્ય શ્રી વિમલહર્ષ ઉપાધ્યાય આદિ મુનિવરોને દિલ્હી તરફ વિહાર કરાવ્યો અને પોતે ધીરેધીરે ગામ-નગરોમાં સ્થિરતા કરતા કરતા આગળ વધવા લાગ્યા.
વિમલહર્ષ ઉપાધ્યાય તત્કાલીન ધર્મ-દર્શનોના વિદ્વાન તો હતા જ ઉપરાંત કાર્યદક્ષ અને વ્યવહારકુશળ પ્રિયભાષી પણ હતા. તેઓ એ જાણવા ઇચ્છતા હતા કે બાદશાહે શા માટે ગુરુદેવને દિલ્હી બોલાવ્યા છે ? બાદશાહને ગુરુદેવ પાસે શું અપેક્ષા છે. ઉગ્ર વિહાર કરતા કરતા ઉપાધ્યાયજી મુનિવૃંદની સાથે ફત્તેહપુર સિક્રી પહોંચી ગયા. સર્વશ્રી થાનસિંગ, માનુકલ્યાણ અમિપાલ વગેરે મુખ્ય શ્રાવકો સામે આવ્યા. વિહારની કુશળતા પૂછી અને ઉપાધ્યાયજીની સેવામાં બેઠા. ઉપાધ્યાયજીએ કહ્યું હું બાદશાહને મળવા માગું છું. અત્યારે બાદશાહ ફતેહપુર સિક્રીમાં જ બિરાજે છે ને?
થાનસિંગે કહ્યું: ‘ગુરુદેવ, અમને એ યોગ્ય લાગે છે કે બાદશાહને મળવા પહેલાં આપની મુલાકાત અબુલફજલ સાથે થાય. ઉપાધ્યાયજીએ વાતને સ્વીકારી. ઉપાધ્યાયજી પોતાની સાથે ત્રણ મુનિવરોને લઈને અબુલફજલને ઘેર ગયા. થાનસિંગ વગેરે શ્રાવકો પણ સાથે હતા. અબુલફજલે સૌનું વિનયપૂર્વક સ્વાગત કર્યું થાનસિંગે ઉપાધ્યાયજી વગેરેનો પરિચય કરાવ્યો. ઔપચારિકતા પૂરી થયા પછી ઉપાધ્યાયજીએ અબુલફજલને પ્રશ્ન કર્યો કેઃ “અમે જૈન સાધુ મંત્ર-તંત્ર તો કરતા નથી, તો પછી બાદશાહે અમને શા માટે બોલાવ્યા છે?”
અબુલફજલના મુખ ઉપર હાસ્ય રમી રહ્યું. તેણે ઉપાધ્યાયજીને કહ્યું : ‘ઉપાધ્યાયજી, બાદશાહને આપનું બીજું કોઈ કામ નથી. તે તો આપની પાસેથી માત્ર ધર્મ જ સાંભળવા માગે છે. આપનાં દર્શન થવાથી બાદશાહને ખુશી થશે. મારી સાથે ચાલો, આપની મુલાકાત કરાવી દઉં.”
અબુલજ્જલની સાથે ઉપાધ્યાયજી વગેરે બાદશાહના મહેલે ગયા. બાદશાહ પાસે જઈને અબુલફજલ ઉપાધ્યાય અને અન્ય મુનિવરોની ઓળખાણ કરાવી. તરત જ બાદશાહ સિંહાસન ઉપરથી ઊભો થયો અને મુનિવરોની સામે આવ્યો. ઉપાધ્યાયજીએ ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. - અકબરે પૂછ્યું : “મને આચાર્યદિવનાં દર્શન ક્યારે થશે?
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org