________________
99
૪, સ્નાત્ર મહોત્સવ ઃ
ચોથું વાર્ષિક કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ. પરંતુ તમે લોકો સવા રૂપિયાનો નકરો મંદિરમાં આપીને જે સ્નાત્રપૂજા કરાવો છો કે કરો છો તેની વાત નથી. આ સ્નાત્ર મહોત્સવ તો ભવ્યતાથી કરવાનો હોય છે. ભલે વર્ષમાં એક વાર કરો. પરંતુ કરવો જોઈએ ઉત્તમ ભાવોથી અને ઉત્તમ સામગ્રીથી. સમગ્ર સંઘની સાથે કરવો જોઈએ.
જે રીતે મેરુ પર્વત ઉપર ૬૪ ઇન્દ્રો મળીને પરમાત્માનો સ્નાત્રાભિષેક કરે છે, એ રીતે કરવો જોઈએ. સામગ્રી પણ શ્રેષ્ઠ હોવી જોઈએ. પરમાત્માની સામે સમર્પણ કરવાની સામગ્રી વિપુલ હોવી જોઈએ, વિશુદ્ધ હોવી જોઈએ. જો હ્રદયમાં પરમાત્મપ્રીતિ હશે તો સમર્પણ શ્રેષ્ઠ જ થશે. પ્રીતિ સમર્પણ કરાવે જ છે.
૫. દેવદ્રવ્યની વૃદ્ધિ
:
પર્વ-પ્રવચનમાળા
પાંચમું વાર્ષિક કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું. એટલે કે તમારે તમારું દ્રવ્ય પરમાત્માને સમર્પિત કરવું જોઈએ. એ દ્રવ્યથી જીર્ણ મંદિરનું સમારકામ થઈ શકે, નવું જિનમંદિર બની શકે, જિનપ્રતિમાનું નિર્માણ થઈ શકે.
દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ગીતાર્થ પુરુષોએ કેટલાક ઉપાયો નિશ્ચિત કર્યા છે, જેથી દરેક વર્ષ સરળતાથી દેવદ્રવ્ય મંદિરને મળતું જ રહે.
* મંદિરમાં જે ભંડાર રાખવામાં આવે છે, એ ભંડારોમાં તમે જે રૂપિયા નાખો છો તે દેવદ્રવ્ય કહેવાય છે.
* તીર્થમાં સંઘપતિ તીર્થમાળા પહેરે છે, એ તીર્થમાળાની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે.
* ઉપધાન તપ કરનારાઓને જે માળા પહેરાવવામાં આવે છે, તેની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે.
* પર્યુષણાપર્વમાં ભાદરવા સુદ એકમે જે ચૌદ સ્વપ્ન બતાવવામાં આવે છે, એ સ્વપ્નોની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. પારણું ઝુલાવવું વગેરેની બોલીના રૂપિયા પણ દેવદ્રવ્યમાં જાય છે.
અન્ય કેટલાય ઉપાયો છે દેવદ્રવ્યની વૃદ્ધિ માટેના. એ ઉપાયોને કારણે આજ પ્રાયઃ તમામ મંદિરો પાસે દેવદ્રવ્ય જમા છે. કેટલાંક મંદિરોની પાસે તો અઢળક દેવદ્રવ્ય જમા છે. જો મંદિરના ટ્રસ્ટીઓ સમજદાર હોય તો તેમણે દેવદ્રવ્યનો સંગ્રહ ન કરવો જોઈએ. જ્યાં જ્યાં મંદિરો જીર્ણ હોય તે મંદિરોનો જીર્ણોદ્વાર ક૨વામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ.
વર્તમાન કાળમાં ‘સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવાનું કામ પરમ કર્તવ્ય બની ગયું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org