________________
શ્રી પર્યુષણા મહાપર્વ પ્રવચન (૧)
૨૭ ભિક્ષાપાત્ર બહારથી ઘીવાળું થયું. એ સમયે અનુપમાદેવીએ પોતાની મૂલ્યવાન સાડીથી પાત્રને સાફ કર્યું.
મુનિરાજે કહ્યું: “ભદ્ર, શા માટે તારી મૂલ્યવાન સાડીને બગાડે છે ? બીજા વસ્ત્રોથી પાત્ર સાફ થઈ શકે છે.'
અનુપમાદેવીએ કહ્યું “ગુરુદેવ, આપના ભિક્ષાપાત્રનો સ્પર્શ પામીને મારી સાડી પવિત્ર થઈ ગઈ ! અને મારા શિરે જ્યાં જિનેશ્વરદેવની કૃપા છે, આપ જેવા ગુરુદેવના આશીર્વાદ છે અને રાજા વિરધવલ જેવું ઉદાર શિરચ્છત્ર છે, ત્યાં કઈ વાતની ખામી હોય?” આવી હતી અનુપમાદેવની ગુરુભક્તિ !
એ રીતે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનો જીવ જ્યારે નયસાર' નામે ગ્રામપતિ હતો, ત્યારે ગુરુસેવાથી જ તેણે સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યું હતું ને?
નોકરોને લઈને નયસાર જંગલમાં લાકડાં લેવા ગયા હતા. સાથે બળદગાડું પણ હતું. જંગલમાં તેમણે ડેરા નાખ્યા હતા. નોકરો-મજૂરો લાકડાં કાપી રહ્યા હતા. પડાવમાં રસોઈ બનતી હતી. અને નયસાર મજૂરો ઉપર ધ્યાન આપી રહ્યા હતા.
મધ્યાહ્નનો સમય થયો. ભોજન તૈયાર થઈ ગયું હતું. નયસાર ભોજન કરવા જાય છે. તેના મનમાં વિચાર આવ્યો. “અહીં કોઈ અતિથિ આવી જાય તો એને ભોજન કરાવીને હું ભોજન કરું.’
મારો ખ્યાલ છે કે તમે લોકો જંગલમાં તો નહીં પણ તમારા ગામમાં પણ અતિથિ આવી ચડે તો ભોજન કરાવીને ભોજન નહીં કરતા હો. સભામાંથી અતિથિ યાદ જ નથી આવતો !
મહારાજશ્રીઃ “અતિથિદેવો ભવની સંસ્કૃતિ જ પ્રાયઃ લુપ્ત થઈ ગઈ છે. ગામમાં સાધુ-સાધ્વીજી હોવા છતાં પણ શું ભોજન કરતા પહેલાં તમે પૂછો છો કે “આજ સાધુમહારાજ યા સાધ્વીજીમહારાજ ગોચરી લેવા પધાર્યા હતા કે નહીં?” જ્યારે અતિથિ યાદ જ ન આવતો હોય તો પૂછવાની વાત જ ક્યાં રહી?
નયસારની પાસે અતિથિસેવાનો ધર્મ હતો. તે પોતાના ડેરામાંથી બહાર નીકળ્યો અને ચારે દિશાઓમાં જોવા લાગ્યો. એ જંગલમાં અતિથિને ચાહે છે. અતિથિને શોધે છે!
ભાગ્યશાળી હતો નયસાર. એક દિશામાં તેણે મુનિરાજને આવતા જોયા. નયસાર સામે દોડી ગયો. સખત તડકો હતો. જમીન આગ જેવી ગરમ થઈ ગઈ હતી. મુનિરાજ ખુલ્લા પગે, ખુલ્લા માથે શાન્તિથી ચાલ્યા આવતા હતા. નયસારે પાસે જઈને મુનિરાજને વંદન કર્યા, અને તેમને પોતાના તંબૂમાં લઈ આવ્યો. ઉતારો આપ્યો. ભાવપૂર્વક ભિક્ષા આપી અને ચોથા પહોરમાં મુનિરાજને રસ્તો બતાવવા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org