________________
પર્વ-પ્રવચનમાળા
‘બુદ્ધિના ત્રાજવામાં એક તરફ સર્વ ધર્મો અને બીજી બાજુ સાધર્મિક-વાત્સલ્ય રાખવામાં આવે તો બંને સમાન રહે છે.’
૫૦
સર્વધર્મો એટલે કે દેવપૂજા, ગુરુદર્શન, તપશ્ચર્યા, દાન, શીલ...વગેરે વગેરેની સામે એક માત્ર સાધર્મિક વાત્સલ્ય બરાબરી કરી શકે છે. એટલા માટે પર્યુષણા મહાપર્વમાં વિશેષ રૂપે સાધર્મિક વાત્સલ્ય કરવાનું કહેવામાં આવ્યું છે. પર્યુષણાપર્વ સિવાય પણ બીજા દિવસોમાં શક્તિ અનુસાર સાધર્મિક વાત્સલ્ય કરતા રહેવાનું છે.
પુત્રજન્મના પ્રસંગે, વિવાહના સમયે, અને શુભ પ્રસંગો ૫૨ સ્વજનોને ભોજન વગેરે આપવામાં આવે છે, એ રીતે પર્યુષણાપર્વમાં સાધર્મિક સ્ત્રી પુરુષોને પોતાને ઘેર નિમંત્રિત કરીને ભોજન-વસ્ત્ર-અલંકાર વગેરે આપવાં જોઈએ.
જો તમારી પાસે પૂરતી સંપત્તિ હોય તો ગામના તમામ સાધર્મિકોને નિમંત્રિત કરીને, પ્રેમથી તેમનું સ્વાગત કરીને, ઉત્તમ ભોજન કરાવવું જોઈએ. પ્રેમ, આદર, વિવેક અને ઔચિત્ય હોવાં જ જોઈએ.
સાધર્મિકોમાં પણ વિવેક હોવો જોઈએ. એટલે કે ભોજન કરતી વખતે મૌન રહેવું જોઈએ. એઠું ન છોડવું જોઈએ, અને એ દિવસે વિશેષરૂપે પરમાત્મપૂજન, રાત્રિભોજનત્યાગ, બ્રહ્મચર્યવ્રતપાલન...વગેરે ધર્મઆરાધના કરવી જોઈએ. પરસ્પરના પ્રેમમાં વૃદ્ધિ થવી જોઈએ. સાધર્મિક પ્રેમ સમ્યગ્દર્શનની નિશાની છે.
साहम्मियाम्मि संपत्ते धरंगणे जस्स होइ न हु नेहो । जिणसासणे भणियमिणं सम्मत्ते तस्स संदेहो ॥
ઘરઆંગણે સાધર્મિક આવતાં જે મનુષ્યને સ્નેહ થતો નથી, એ મનુષ્યમાં સમ્યક્ત્વ છે કે નહીં, એની શંકા જાય છે. જૈન શાસનની આ વાત છે.
કોઈ કોઈ વાર ગરીબ સાધર્મિકોનો તિરસ્કાર કરો છો ને ? શ્રીમંત સાધર્મિકોની કોઈ કોઈ વાર તીવ્ર-કડવી ટીકા પણ કરો છો ને ? સંભાળજો, નહીંતર ઘોર પાપકર્મનું બંધન થશે.
ગરીબ સાધર્મિકોની મજાક કરવાની નથી, એમનો ઉદ્ધાર કરવાનો છે. આપત્તિમાં ફસાયેલા, દારિદ્રથી ધેરાયેલા, રોગ-શોકથી સંતપ્ત જીવોનો ઉદ્ધાર કરવાનો છે. આપત્તિમાંથી બચાવવાના છે. દરિદ્રતા દૂર કરવાની છે. રોગશોકમાંથી મુક્ત કરવાના છે.
બારમી શતાબ્દીની વાત છે. મહાન જૈનાચાર્ય હેમચંદ્રસૂરિજીએ ગુર્જરેશ્વર કુમારપાળને આર્હત્ ધર્મનો ઉપદેશ આપીને તેના જીવનને તો ધર્મમય બનાવ્યું જ હતું, વિશેષ કરીને અહિંસાધર્મનું પ્રવર્તન કરાવ્યું હતું. અનેક જિનમંદિરો બંધાવવાની પ્રેરણા આપી હતી. જ્ઞાનભંડારોનું નિર્માણ કરાવ્યું હતું...વગેરે અનેક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org